Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Afternoon News / Trump performs Xi Jinping's Grand Welcome, 8 sailors attempt suicide on USS Abraham Lincoln

VIDEO: AFTERNOON NEWS / ટ્રમ્પે કર્યું શિ જિનપિંગનું ગ્રાન્ડ વેલકમ, USS અબ્રાહમ લિંકન પર 8 નાવિકોનો આત્મહત્યાનો પ્રયાસ

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv
ટ્રમ્પે કર્યું શિ જિનપિંગનું ગ્રાન્ડ વેલકમ
App Store
 
"૧૧ વર્ષ બાદ ફરી રચાયો નવો ઇતિહાસ! ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું USના રાષ્ટ્રપતિ ટ્રમ્પે એરબેઝ પર જઈને ભવ્ય 'રેડ-કાર્પેટ' સ્વાગત કર્યું. B-1 બોમ્બર્સની શાનદાર ફ્લાયપાસ્ટ સાથે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં નવો અધ્યાય શરૂ થયો છે!"
 
USS અબ્રાહમ લિંકન પર ૮ નાવિકોનો આત્મહત્યાનો પ્રયાસ!
 
"યુએસ નેવીના જહાજ 'USS અબ્રાહમ લિંકન' પરથી આવ્યા ચોંકાવનારા સમાચાર! ઈરાન સામેના લાંબા મિશન બાદ જહાજના ૮ નાવિકોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ. આ ઘટનાએ સેનામાં તૈનાત જવાનોના માનસિક સ્વાસ્થ્ય અને સ્થિતિ પર ઊભા કર્યા ગંભીર સવાલો
 
યમુના એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત
 
યમુના એક્સપ્રેસવે પર જેવર પાસે સ્લીપર બસમાં ભીષણ આગ લાગતાં ભયાનક અકસ્માત સર્જાયો! ઝીરો પોઈન્ટથી ૩૨ કિલોમીટર દૂર બસ બળીને ખાખ થઈ ગઈ, જેમાં ૯ મુસાફરોના કરૂણ મોત નીપજ્યા છે
 
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી 
 
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગનો મુદ્દો ગરમાયો! SIR પ્રક્રિયામાં એકતરફી નિર્ણયોના આક્ષેપ સાથે વિરોધ પક્ષના ૭૩ સાંસદોએ રાજ્યસભામાં મહાભિયોગની નોટિસ સોંપી છે!
 
મેંદરડામાં દિપડાનો આતંક
 
"મેંદરડાના ડેડકીયાળીમાં ૬ વર્ષની માસુમ બાળકીને દીપડાએ ફાડી ખાતાં અરેરાટી! દીપડો પાંજરે ના પુરાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ગ્રામજનોનો ઇનકાર. વન વિભાગની બેદરકારી સામે ભભૂક્યો લોકરોષ!"
 
રાજકોટ મોરબી રોડ પર અકસ્માતમાં બેના મોત
 
"રાજકોટ-મોરબી રોડ પર હડાળા નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત! બેકાબૂ ટ્રકે કાર અને રિક્ષાને અડફેટે લેતાં પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ નીપજ્યું કરૂણ મોત. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર, કુવાડવા પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા!"
ટોપિક્સ:GSTV NewsGujarati News