VIDEO: NEWS AFTERNOON/ ઈરાનની અમેરિકાને 'ફાઈનલ વૉર'ની ચિમકી, મુંબઈમાં ગણપતિ પંડાલમાં દુર્ઘટના અને રાજકોટમાં ખાખીની દાદાગીરી!
1)ઈરાનની અમેરિકાને ખુલ્લી ચિમકી: ‘શરતો માનો, નહીંતર ફાઈનલ વૉર!’
કતારના માધ્યમથી ઈરાને અમેરિકા સામે કડક શરતો મૂકી છે, અને સ્પષ્ટ ચેતવણી આપી છે જો શરતો નહીં સ્વીકારાય, તો તેહરાન આર-પારની નિર્ણાયક જંગ લડવા તૈયાર છે!"
2) હુથી બળવાખોરોનો રિયાધ પર હુમલો
યમનનું ગૃહયુદ્ધ હવે પહોંચ્યું સાઉદી અરેબિયાના ઘરઆંગણે! હુથી બળવાખોરોએ આક્રમક પલટવાર કર્યો છે, સીમા પાર કરી છેક રિયાધ સુધી પહોંચ્યા હુમલા!
3) મુંબઈમાં ગણપતિપંડાલમાં કરંટ લાગતા બેના મોત
"મુંબઈના લાલબાગ વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન મોટી દુર્ઘટના! કરંટ લાગવાથી 8 વર્ષની બાળકી સહિત બે લોકોનાં કરુણ મોત.
4) BMW કાર બ્રિજ પરથી સીધી નીચે ખાબકી
પૂરઝડપે આવતી BMW કાર બ્રિજ પરથી સીધી નીચે ખાબકી! કારમાં સવાર ૪માંથી ૩ લોકોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત, જ્યારે એકની હાલત ગંભીર.
5) પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો
રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોકમાં પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે.ખાખીના રોફમાં પોલીસ કર્મચારીએ રેકડી ધારક પર હાથ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો..તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
6) અમદાવાદમાં ફ્લાવર શૉનું ફૂલગુલાબી આયોજન શરૂ
અમદાવાદમાં ફ્લાવર શો 2027ના ફૂલગુલાબી આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રંગબેરંગી સીઝનલ અને વિદેશી ફૂલછોડ, માટી, નદીની કાંપ, કૃત્રિમ ઘાસ અને કૂલો ખરીદવા તેમજ ગાર્ડનિંગના કામ માટે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.

