VIDEO: NEWS AFTERNOON/ પાકિસ્તાની PMની ભારતને ફરી ધમકી, ચમોલી ટનલ દુર્ઘટના: ૭ ના મોત, ટ્રમ્પના નિર્ણયથી ભારતને મોટો ફાયદો
પાકિસ્તાની PMની ભારતને ફરી ધમકી
સ્વતંત્રતા દિવસે પાકિસ્તાની PM શાહબાઝ શરીફે સિંધુ જળ સંધિ મુદ્દે ભારતને 'રેડ લાઇન'ની ધમકી આપી છે. એપ્રિલ 2025માં પહેલગામ હુમલા પછી ભારતે સંધિ સ્થગિત કરી હતી અને મે 2025માં 'ઓપરેશન સિંદૂર' હેઠળ આતંકી ઠેકાણાં પર ડીપ સ્ટ્રાઇક કરી હતી.
ચમોલી ટનલ દુર્ઘટના: ૭ ના મોત
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પીપલકોટી સ્થિત જળ વિદ્યુત પ્રોજેક્ટની ટનલમાં અચાનક કાટમાળ અને પાણી ધસી આવતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ૭ શ્રમિકોના કરૂણ મોત થયા છે અને ૧૪ ઈજાગ્રસ્ત થયા છે. SDRF-NDRF દ્વારા બચાવ કામગીરી સતત ચાલુ છે.
ટ્રમ્પના નિર્ણયથી ભારતને મોટો ફાયદો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની ડ્રોન પર ૧૦૦% ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. ચીનની નિર્ભરતા ઘટવાથી 'આઇડિયાફોર્જ' અને 'ગરુડા એરોસ્પેસ' જેવી ભારતીય કંપનીઓ માટે અમેરિકન બજારમાં નિકાસ વધારવાની સુવર્ણ તક ઊભી થશે.
નારોલ સરકારી શાળામાં બાળકો પાસે મજૂરી
અમદાવાદના નારોલની સરકારી શાળા નંબર 1 અને 2નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં યુનિફોર્મમાં બાળકો પકડ-ડિસમિસથી જાળી ફિટ કરતા દેખાયા છે. આ મામલે કોંગ્રેસે નારોલ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી જવાબદારો સામે કડક કાર્યવાહી અને સસ્પેન્શનની માંગ કરી છે.
ગોંડલ યાર્ડમાં જળસંચયનું આયોજન
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા ખાસ રિચાર્જ બોર બનાવાયા છે. ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ડિરેક્ટર જીતુભાઈ જીવાણીએ સ્થળ પર જઈ બચાવ-રિચાર્જ કામગીરીનું નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો.
પાટણ યુનિની ૪ કોલેજોને હાઇકોર્ટની રાહત
ગુજરાત હાઇકોર્ટે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ૪ B.Ed./M.Ed. કોલેજોને બંધ ન કરવા અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા આદેશ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોલેજ બંધ કરવાનો અધિકાર માત્ર NCTE પાસે છે, યુનિવર્સિટી પાસે નહીં. આ નિર્ણયથી સંચાલકો-વિદ્યાર્થીઓમાં રાહત છે.

