Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : IAF Wing Commander Caught in Honeytrap; Sent the country's sensitive military information to Pakistani handlers!

IAF વિંગ કમાન્ડર હનીટ્રેપમાં ફસાયો; પાકિસ્તાની હેન્ડલર્સને દેશની સંવેદનશીલ સૈન્ય માહિતીઓ મોકલી!

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
IAF વિંગ કમાન્ડર હનીટ્રેપમાં ફસાયો; પાકિસ્તાની હેન્ડલર્સને દેશની સંવેદનશીલ સૈન્ય માહિતીઓ મોકલી!
સોર્સ : gstv

દિલ્હી પોલીસે સંવેદનશીલ સંરક્ષણ માહિતી કથિત રીતે શેર કરવાના આરોપમાં ભારતીય વાયુસેનાના એક વિંગ કમાન્ડરની આશરે 2 મહિના પહેલાં ધરપકડ કરી હતી. અધિકારી સામે ઑફિશિયલ સીક્રેટ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ તેઓ ન્યાયિક હિરાસતમાં છે. દિલ્હી પોલીસને શંકા છે કે આ કેસ માત્ર એક અધિકારી પૂરતો સીમિત નથી, પરંતુ તેની પાછળ ભારતીય સેના અને સુરક્ષા સંબંધિત વ્યૂહનીતિની માહિતી મેળવવાનું એક મોટું જાસૂસી નેટવર્ક હોઈ શકે છે.

App Store

સોશિયલ મીડિયા પર મહિલાએ વિશ્વાસ જીતીને માહિતી મેળવી

તપાસમાં સામે આવ્યું છે કે વિંગ કમાન્ડર પોતાના અંગત જીવનમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેમની એક મહિલા સાથે વાચચીત શરૂ થઈ હતી, જે ધીમે ધીમે વીડિયો કૉલ સુધી પહોંચી ગઈ હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલાએ પહેલા તેમનો વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ સૈન્ય પ્રવૃત્તિઓ સંબંધિત વિગતો માંગવાનું શરૂ કર્યું. આરોપ છે કે અધિકારીએ સેનાની યુનિટ્સની અવરજવર, તહેનાતી અને અન્ય સંવેદનશીલ માહિતી મહિલા સાથે શેર કરી હતી. પોલીસને શંકા છે કે આ મહિલા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી માટે કામ કરતી હતી અને અધિકારીને હની ટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યા હતા.

સ્પાયવેર ઍપ ઇન્સ્ટૉલ કરાવવાનો પ્રયાસ

મહિલાએ અધિકારીને સૈન્ય યુનિટ્સની તહેનાતી અને મુવમેન્ટ સંબંધિત ફોટા, વીડિયો અને દસ્તાવેજો મોકલવા કહ્યું હતું. આ સિવાય એક ગંભીર બાબત એ પણ સામે આવી છે કે મહિલાએ કથિત રીતે વિંગ કમાન્ડરને તેમના એક સાથીદારના મોબાઈલમાં એક ખાસ એપ ઇન્સ્ટૉલ કરવા માટે કહ્યું હતું. તપાસ એજન્સીઓને શંકા છે કે આ એપ સ્પાયવેર કે રિમોટ એક્સેસ માલવેર હોઈ શકે છે, જેના દ્વારા ડેટા ચોરી, લોકેશન ટ્રેકિંગ કે વાતચીત રેકોર્ડ કરી શકાય. એટલે કે અન્ય સંરક્ષણ કર્મચારીઓના મોબાઈલ સુધી પહોંચવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાની હેન્ડલર્સની શંકા અને 31 મેના રોજ ધરપકડ

દિલ્હી પોલીસને શંકા છે કે સોશિયલ મીડિયા પર સંપર્ક કરનાર મહિલા પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સના નિર્દેશો પર કામ કરી રહી હતી. આ એક મોટા હની-ટ્રેપ મોડ્યુલનો ભાગ હોઈ શકે છે. IAFની ઇન્ટેલિજન્સ વિંગ તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે દિલ્હી પોલીસે કાર્યવાહી કરીને 31 મે, 2026ની રાત્રે વિંગ કમાન્ડરની ધરપકડ કરી હતી.

આરોપી અધિકારી હાલ તિહાળ જેલમાં

શરૂઆતમાં પૂછપરછ કર્યા બાદ અધિકારીને ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા હતા અને હાલ તેઓ તિહાળ જેલમાં બંધ છે. હાલ આ કેસની તપાસ ડિજિટલ ટ્રેલ પર કેન્દ્રિત છે. પોલીસે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે બંને વચ્ચે કયા કયા માધ્યમથી વાતચીત થઈ, કેટલી માહિતી શેર કરવામાં આવી અને તે આગળ કોના સુધી પહોંચી. આ સાથે જ તપાસ એજન્સીઓ એ પણ ચકાસી રહી છે કે આ કથિત રીતે શેર થયેલી માહિતી કેટલી સંવેદનશીલ હતી અને તેનાથી દેશની રાષ્ટ્રીય સુરક્ષાને કેવું જોખમ ઊભું થઈ શકે છે.