VIDEO: NEWS AFTERNOON / ઇટાલીની સ્કૂલોમાં બુરખા પર પ્રતિબંધની તૈયારી, પુણેમાં રીલ સ્ટાર સામે MNSની દાદાગીરી
ઇટાલીની સ્કૂલોમાં બુરખા પર પ્રતિબંધની તૈયારી
ઇટાલીના PM જ્યોર્જિયા મેલોનીએ શાળાઓમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવા તથા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવા કાયદો લાવવાની જાહેરાત કરી છે. સંસદની મંજૂરી બાદ આ નિયમ લાગુ થશે.
સુદાનમાં ગોલ્ડ માઈન દુર્ઘટના
સુદાનમાં સાત દિવસમાં બે વખત સોનાની ખાણ ધસી પડતાં 93થી વધુ લોકોના મોત થયા છે. કાટમાળમાં અનેક શ્રમિકો દટાયા હોવાની આશંકા વચ્ચે રેસ્ક્યુ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.
પુણેમાં રીલ સ્ટાર સામે MNSની દાદાગીરી
રાજ ઠાકરે વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરનાર ઇન્ફ્લુએન્સર મહેશ મોટેને MNS કાર્યકર્તાઓએ ઝડપી લીધો હતો. ચહેરા પર કાળો કૂચડો ફેરવી, માથા પર ચંપલ મુકાવી ઉઠક-બેઠક કરાવી તેની પાસે માફી મંગાવી હતી.
બંગાળમાં TMC અને કોંગ્રેસની નિકટતા
નંદીગ્રામ પેટાચૂંટણીમાં ટીએમસી ઉમેદવારે નામ પાછું ખેંચી કોંગ્રેસને સમર્થન આપ્યું છે. સાંસદ કલ્યાણ બેનર્જીએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધી અને મમતા બેનર્જી સંપર્કમાં છે અને ઇન્ડિયા ગઠબંધન સાથે મળીને કામ કરી રહ્યું છે.
સિદ્ધપુર શાળા વિવાદનો રિપોર્ટ તૈયાર
સિદ્ધપુરના ડીંડરોલ ગામની શાળામાં વાલીઓ સાથે આચાર્ય અને શિક્ષિકાના ગેરવર્તનના આક્ષેપ બાદ તપાસ રિપોર્ટ તૈયાર કરાયો છે. શિક્ષણ અધિકારીઓ આ રિપોર્ટના આધારે આચાર્ય દંપતી સામે આકરી કાર્યવાહી કરી શકે છે.
ગુજરાતમાં મેઘમહેર: વરસાદની ખોટ પુરાઈ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતાં હાલાકી થઈ છે, તો બીજી તરફ ભારે વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે અને રાજ્યમાં વરસાદની ઘટ પણ પુરાઈ ગઈ છે.

