Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : AFTERNOON NEWS / Huge cut in F-1 student visa in America, preparation to resolve India-Myanmar border dispute, 8-month-old girl died of contaminated water

VIDEO: AFTERNOON NEWS / અમેરિકામાં F-1 સ્ટુડન્ટ વિઝામાં જંગી કાપ, ભારત-મ્યાનમાર સરહદ વિવાદ ઉકેલવા તૈયારી, દૂષિત પાણીથી 8 મહિનાની બાળકીનું મોત

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ડોનાલ્ડ ટ્રમ્પનો હેલિકોપ્ટર અકસ્માત ટળ્યો

App Store

વોશિંગ્ટનમાં મોટી વિમાન હોનારત ટળી! અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈ જતું મિલિટરી હેલિકોપ્ટર રોનાલ્ડ રીગન એરપોર્ટ નજીક એક પેસેન્જર પ્લેનની અત્યંત નજીક પહોંચી ગયું હતું. આ ઘટના બાદ એર ટ્રાફિક કંટ્રોલની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને તપાસના આદેશ અપાયા છે."

સુપ્રીમ કોર્ટનો ટ્રમ્પને મોટો ઝાટકો

ડોનાલ્ડ ટ્રમ્પનો 'ટેરિફ બોમ્બ' હવે તેમના પર જ ભારે પડી રહ્યો છે! અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા ટેરિફના મોટા હિસ્સાને ગેરકાયદે ગણાવી રદ કરી દીધો છે. આ સાથે જ કોર્ટના આદેશ બાદ આશરે $૧૦૦ અબજનું ટેરિફ કલેક્શન પરત કરવાનો વારો આવ્યો છે!"

અમેરિકામાં F-1 સ્ટુડન્ટ વિઝામાં જંગી કાપ

અમેરિકામાં ભણવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા  સમાચાર! ટ્રમ્પ પ્રશાસને ભારતીય અને ચીની વિદ્યાર્થીઓ માટે F-1 સ્ટુડન્ટ વિઝામાં ભારે કાપ મૂક્યો છે. 'સેન્ટર ફોર ઇમિગ્રેશન સ્ટડીઝ'ના રિપોર્ટ અનુસાર, વિતેલા વર્ષમાં જારી કરાયેલા F-1 વિઝાની સંખ્યામાં ભૂતકાળની સરખામણીએ મોટો ઘટાડો નોંધાયો છે."

ભારત-મ્યાનમાર સરહદ વિવાદ ઉકેલવા તૈયારી

ભારત અને મ્યાનમાર વચ્ચે વર્ષો જૂનો સરહદ વિવાદ ટૂંક સમયમાં ઉકેલાઈ શકે છે. બંને દેશો અનિર્ણિત સરહદી જમીનની અદલાબદલી કરવા વિચારણા કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે બાકી રહેલા વિસ્તારો પર વાટાઘાટો ચાલુ છે, પરંતુ આ મુદ્દે મણિપુરમાં વિરોધના સૂરો પણ ઊઠ્યા છે

ભારતમાંથી અચાનક વરસાદ કેમ ગાયબ થયો?

પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયેલા એક શક્તિશાળી ચક્રવાતને કારણે ચોમાસાના વાદળો પૂર્વ તરફ ખેંચાઈ રહ્યા છે! જેને લીધે પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં સૂકું વાતાવરણ સર્જાયું છે. જોકે હવામાન નિષ્ણાતોના મતે આ પરિસ્થિતિ અસ્થાયી છે અને ટૂંક સમયમાં જ વરસાદનું આગમન થશે! 

 દૂષિત પાણીથી 8 મહિનાની બાળકીનું મોત

રાજકોટમાં દૂષિત પાણી અને વધતા રોગચાળા વચ્ચે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. વાવડી વિસ્તારમાં ઝાડા-ઊલટીની ગંભીર તકલીફ બાદ ૮ મહિનાની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. શહેરમાં બાળકોમાં તાવ અને ઝાડા-ઊલટીના કેસો વધતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

આણંદ-કરમસદ મનપા કર્મચારીઓની હડતાળ

આણંદ-કરમસદ મહાનગરપાલિકામાં પગાર વધારાની માંગ સાથે આઉટસોર્સ કર્મચારીઓની હડતાળનો આજે બીજો દિવસ છે. મ્યુનિસિપલ કમિશનરે પગાર વધારાને પોલિસી મેટર ગણાવી કર્મચારીઓને કામ પર પાછા ફરવા અપીલ કરી છે અને આવશ્યક સેવાઓ ચાલુ રાખવાની ખાતરી આપી છે, છતાં કર્મચારીઓ પોતાની માંગ પર મક્કમ છે.