Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : AFTERNOON NEWS / Iranian media attacks on Trump, Pakistan upset by India-Afghan relations, scam of bogus classes in government aid

VIDEO: AFTERNOON NEWS / ટ્રમ્પ પર ઈરાની મીડિયાના પ્રહારો, ભારત-અફઘાન સંબંધોથી પાકિસ્તાન અકળાયું, સરકારી સહાયમાં બોગસ ક્લાસીસનું કૌભાંડ

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઈજિપ્તમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ

App Store

ભૂમધ્ય સાગર વિસ્તારમાં ૧૦ કિમીની ઊંડાઈએ ૫.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવતા ઈજિપ્તમાં આંચકા અનુભવાયા. લોકોમાં ભયનો માહોલ સર્જાયો.

 ટ્રમ્પ પર ઈરાની મીડિયાના પ્રહારો

અમેરિકા દ્વારા સંભવિત સૈન્ય હુમલા રોકવાના દાવો સામે ઈરાની મીડિયાએ મજાક ઉડાવી. આ પગલાંને અમેરિકાની મજબૂરી અને પીછેહઠ ગણાવી.

બંગાળમાંથી શંકાસ્પદ આતંકી પકડાયો

બંગાળમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી મોડ્યુલનો પર્દાફાશ! પકડાયેલા આતંકી અને તેની ગર્લફ્રેન્ડ પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં રહીને દેશવિરોધી મોટું કાવતરું ઘડી રહ્યા હતા.  મંત્રી ઉમેશ રાઇના પુત્રનું અપહરણ તેમજ સુવેંદુ અધિકારીને હની ટ્રેપમાં ફસાવી હત્યા કરવાનો સનસનાટીભર્યો પ્લાન ખુલ્લો પડતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે."

ભારત-અફઘાન સંબંધોથી પાકિસ્તાન અકળાયું

પાકિસ્તાન આર્મીના પ્રવક્તાએ ભારત-અફઘાન સંબંધો પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું. ધાર્મિક તર્ક આપી મૈત્રી સામે ઝેર ઓંકતા નવો વિવાદ છેડાયો.

સરકારી સહાયમાં બોગસ ક્લાસીસનું કૌભાંડ

અમદાવાદ, ખેડા અને સુરતમાં બોગસ ટ્યુશન ક્લાસીસ ઊભા કરી વિદ્યાર્થીઓના નામે લાખો રૂપિયાની સરકારી સહાય હડપાઈ. CID ક્રાઈમે તપાસ હાથ ધરી.

 ₹૧.૧૯ કરોડની કેનાલમાં તિરાડો

નસવાડીના લીંડા ગામે ૧.૧૯ કરોડના ખર્ચે બનેલી કેનાલમાં પાણી છોડતા પહેલાં જ ઠેર-ઠેર તિરાડો પડી. જે બાદ નિર્માણકાર્યમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

ગુજરાતમાં ૫૫ લાખ શંકાસ્પદ રેશનકાર્ડ

ગુજરાતમાં સરકારી યોજનામાં લાલિયાવાડીનો સનસનાટીભર્યો ઘટસ્ફોટ! ગરીબોના પેટ પર લાત મારીને તવંગરો મફતનું અનાજ ડચકારી ગયા. કેન્દ્રીય પુરવઠા વિભાગની તપાસમાં ગુજરાતમાંથી એક-બે નહીં પણ આખા ૫૫ લાખ શંકાસ્પદ રેશનકાર્ડ ઝડપાતા મોટો ખળભળાટ મચ્યો છે."