Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : NEWS AFTERNOON / I forgive the cockroach party in Pakistan, the children who scolded - Modi, warning of heavy rain in 5 states including Gujarat

VIDEO: NEWS AFTERNOON / પાકિસ્તાનમાં બની કોકરોચ પાર્ટી, ગાળો આપનારા બાળકોને માફ કરું છું – મોદી, ગુજરાત સહિત 5 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઈરાન પર હુમલાનો ટ્રમ્પનો આદેશ

App Store

 અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. ટ્રમ્પે આ વીકેન્ડ સુધીમાં ઈરાન પર નવા સૈન્ય હુમલાનો આદેશ આપ્યો છે, જેનો હેતુ તેહરાનને ઘૂંટણિયે લાવવાનો છે. 

પાકિસ્તાનમાં બની કોકરોચ પાર્ટી

પાકિસ્તાનમાં શાહબાઝ સરકાર સામે યુવાનોનો રોષ! Gen Z એ 'કોકરોચ પાર્ટી' બનાવી ભ્રષ્ટ માફિયાઓ સામે મોરચો માંડ્યો છે, જેનાથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.

 ગાળો આપનારા બાળકોને માફ કરું છું – મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશમાં જંતર-મંતર ખાતે પોતાની અને સ્વર્ગસ્થ માતા વિશે વપરાયેલી અભદ્ર ભાષા પર કહ્યું, "હું ભૂલ કરનારા આ બાળકોને માફ કરીને સાચો રસ્તો બતાવવા માગું છું.

નીટ પેપર લીકમાં ચોંકાવનારો ખુલાસો

નીટ પેપર લીકમાં સીબીઆઇનો ખુલાસો! પેપર સેટ કરનારા શિક્ષકોને જ મરાઠી ભાષાંતરનું કામ અપાતાં, તેમણે પ્રશ્નો યાદ રાખીને પુણેના કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓને લીક કરી દીધા હતા.

ગુજરાત સહિત 5 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

આજે હવામાન વિભાગ દ્વારા ગુજરાત, મધ્ય પ્રદેશ અને કેરળ સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી અપાઈ છે.

સીએનજીના ભાવમાં વધારો

સીએનજી કાર અને રિક્ષાચાલકો પર મોંઘવારીનો માર પડ્યો છે. અદાણી ગૅસે સીએનજીના ભાવમાં સીધો ₹૪ નો વધારો કરતા હવે નવો ભાવ પ્રતિ કિલો ₹૯૪.૦૨ થયો છે.

વડોદરાની હોસ્ટેલમાં ભરાયાં પાણી, 150નું રેસ્ક્યૂ

વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠની હોસ્ટેલમાં ભારે વરસાદથી પાણી ઘૂસતા અફરાતફરી! તંત્રે મધ્યરાત્રિએ જ રેસ્ક્યૂ કરી ૧૪૦ વિદ્યાર્થીઓ સહિત ૧૫૦ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.