Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : NEWS AFTERNOON / India on NYT over PoK issue, Ajinkya Rahane retires from international cricket, girl dies in leopard attack in Bodeli

VIDEO: NEWS AFTERNOON / PoK મુદ્દે NYT પર ભડક્યું ભારત, અજિંક્ય રહાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત, બોડેલીમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

PoK મુદ્દે NYT પર ભડક્યું ભારત

App Store

ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'ના રિપોર્ટ સામે ભારતે નોંધાવ્યો કડક વિરોધ! PoKને 'પાકિસ્તાની કાશ્મીર' લખવા બદલ વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસે આકરો પ્રહાર કરતા સ્પષ્ટ કર્યું કે—'કોઈ પાકિસ્તાની કાશ્મીર નથી, તે માત્ર પાકિસ્તાને ગેરકાયદે કબ્જે કરેલો ભાગ છે.' ભારતે ફરી દોહરાવ્યું કે કાશ્મીર હંમેશા ભારતનો અવિભાજ્ય ભાગ જ રહેશે."

US ગેસ ટેન્કર પર ડ્રોન એટેક

મિડલ ઈસ્ટનું યુદ્ધ હવે ઈજિપ્ત સુધી પહોંચ્યું! ડામિએટા પોર્ટ પર અમેરિકન ગેસ ટેન્કર પર ડ્રોન હુમલો થતાં ભયાનક વિસ્ફોટ સાથે વિકરાળ આગ ફાટી નીકળી છે. આ ઘટના બાદ આખી ખાડીમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને ટ્રમ્પે ઈરાન સામે આકરા વળતા પ્રહારની ખુલ્લી ધમકી આપી દીધી છે."

અજિંક્ય રહાણેની નિવૃત્તિ

ક્રિકેટ ફેન્સ માટે આંચકાજનક સમાચાર! ટીમ ઈન્ડિયાના અનુભવી અને સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. સોશિયલ મીડિયા પર એક વિશિષ્ટ વીડિયો શેર કરીને રહાણેએ કહ્યું કે હવે આગળ વધવાનો સાચો સમય આવી ગયો છે અને તેમણે તમામ ફોર્મેટને અલવિદા કહ્યું છે."

850 લોકસભા બેઠકો લોકશાહી માટે ઘાતક

સંસદના પરિસીમન પર શશી થરૂરનો મોટો દાવો! કેન્દ્ર સરકાર લોકસભાની બેઠકો 543 થી વધારીને 850 કરવાની તૈયારીમાં હોવાની અટકળો વચ્ચે થરૂરે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે સંસદનો આ અતિશય વિસ્તાર ભારતીય લોકશાહીના માળખાને ખોખલું કરી દેશે અને મોટા રાજ્યોનો પ્રભાવ વધારે પડતો વધી જશે."

 અમદાવાદમાં ભૂકંપનો હળવો આંચકો

અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો! સવારે 4:39 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતા નોંધાઈ છે. ISR અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ અમદાવાદથી 29 કિમી દૂર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં હતું. તીવ્રતા ખૂબ જ ઓછી હોવાના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.

 ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ! હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઉત્તર અને દક્ષિણ પટ્ટીના 7 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે તમામ જિલ્લા વહીવટી તંત્રને હાઈએલર્ટ પર મૂકી દીધા છે.

બોડેલીમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત

છોટાઉદેપુરના બોડેલીમાં હૃદયદ્રાવક ઘટના! ઘર આંગણે રમી રહેલી 4 વર્ષની માસૂમ ભવ્યા પર દીપડાએ પ્રાણઘાતક હુમલો કરી દેતાં સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજ્યું છે. ગ્રામજનોમાં ભારે રોષ અને ભય વચ્ચે વન વિભાગે તાત્કાલિક પાંજરું ગોઠવીને હુમલાખોર દીપડાને પકડી પાડ્યો છે."