Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : NEWS AFTERNOON / Trump's secret meeting with Netanyahu and Zelensky, threat of tariffs on India, ASI caught taking bribe in Ahmedabad

VIDEO: NEWS AFTERNOON / ટ્રમ્પની નેતન્યાહૂ અને ઝેલેન્સ્કી સાથે ગુપ્ત બેઠક, ભારત પર ટેરિફનું જોખમ, અમદાવાદમાં ASI લાંચ લેતા ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હોર્મુઝમાં ઈરાન આક્રમક: ૩ ઓઇલ ટેન્કર રોક્યા

App Store

મધ્ય પૂવમાં તણાવ વચ્ચે ઈરાન ફરી આક્રમક બન્યું છે. ચેતવણીને નજરઅંદાજ કરનારા ૩ ઓઇલ ટેન્કરોને હોર્મુઝ માર્ગ પર ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સે ઘેરીને અટકાવ્યા હોવાનો દાવો કર્યો છે.

ટ્રમ્પની નેતન્યાહૂ અને ઝેલેન્સ્કી સાથે ગુપ્ત બેઠક

યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે બંધ બારણે અલગ-અલગ બેઠકો યોજી વ્યૂહનીતિ પર ચર્ચા કરી છે.

ભારત પર ટેરિફનું જોખમ

ભારત માટે માઠા સમાચાર! અમેરિકન સેનેટે રશિયા પાસેથી ઓઇલ ખરીદતા દેશો પર ૧૦૦ ટકા સુધીનો ટેરિફ ઝીંકવા માટેનું કડક બિલ ભારે બહુમતીથી પસાર કરી દીધું છે.

NEET પ્રદર્શનમાં પેલેટ ગનનો ઉપયોગ નિયમ મુજબ: CRPF

NEET પેપર લીક વિરોધમાં પેલેટ ગનના ઉપયોગ પર CRPF એ ખુલાસો કર્યો છે. ભીડ બેકાબૂ બનતાં જ અધિકારીઓની લેખિત મંજૂરી બાદ SOP પાળીને આ કાર્યવાહી કરાઈ હતી.

મોરબીમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનશે

વીજપોલના વળતર મુદ્દે મોરબીના જેતપરમાં ખેડૂતોનું આંદોલન યથાવત છે. કલમ ૧૪૪ હોવા છતાં વરસાદ બાદ ૧૦ લાખ લોકોને ભેગા કરી લડી લેવાની ચીમકી આપવામાં આવી છે

અમદાવાદમાં ASI લાંચ લેતા ઝડપાયા

અમદાવાદમાં ACB એ ટ્રાફિક વિભાગના ASI મુકેશજી રાજપૂતને ૧૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા છે. અકસ્માતની અરજી ફાઈલ બંધ કરવા બદલ તેમણે લાંચ માગી હતી.

મોહમ્મદપુરામાં દીપડાની અફવા

અમદાવાદના મોહમ્મદપુરામાં દીપડો દેખાયાના દાવા બાદ વન વિભાગે તપાસ કરી હતી. થર્મલ સ્કેનિંગ અને CCTV માં દીપડાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા ન મળતાં પાંજરું હટાવાયું છે.