Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : NEWS AFTERNOON / Rickshaw fare will be expensive in Ahmedabad! Iran's warning to America, BJP president admits that extortion continues in Bengal

VIDEO: NEWS AFTERNOON / અમદાવાદમાં રિક્ષાભાડું મોંઘું થશે! ઈરાનની અમેરિકાને ચેતવણી, બંગાળમાં જબરન વસૂલી ચાલુ હોવાનો ભાજપ પ્રમુખનો સ્વીકાર

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઈરાનની અમેરિકાને ચેતવણી

App Store

મિડિલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાને અમેરિકા અને ઈઝરાયલને ખુલ્લી ચેતવણી આપી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો તેના પર કોઈ હુમલો થશે, તો તે મધ્ય પૂર્વના તમામ મુખ્ય ઓઈલ અને ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરોને તબાહ કરી દેશે.

પેરૂમાં ટૂરીસ્ટ પ્લેન ક્રેશ

દક્ષિણ અમેરિકાના પેરૂ દેશમાં એક અત્યંત દુઃખદ વિમાન અકસ્માત સર્જાયો છે. પ્રવાસીઓને લઈ જઈ રહેલું ટૂરીસ્ટ પ્લેન અચાનક ખેતરમાં ખાબકતાં વિમાનમાં સવાર તમામ ૧૩ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે.

કેરળમાં ભૂસ્ખલનથી 6ના મોત

કેરળમાં ચોમાસાની સક્રિયતા વચ્ચે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ૬ લોકોના મોત થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં બચાવ કાર્ય શરૂ કરાયું છે, તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં પૂરના કારણે દુકાનો અને મકાનોને નુકસાન પહોંચ્યું છે.

 બંગાળમાં જબરન વસૂલી ચાલુ હોવાનો ભાજપ પ્રમુખનો સ્વીકાર

પશ્ચિમ બંગાળ ભાજપ પ્રમુખ શમિક ભટ્ટાચાર્યએ સ્વીકાર્યું છે કે રાજ્યમાં હજુ પણ જબરન વસૂલીનું નેટવર્ક સક્રિય છે. તેમણે ઉમેર્યું કે પાર્ટીના જ કેટલાક નેતાઓ તેમાં સામેલ હોવાનું સામે આવતાં તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં રિક્ષાભાડું મોંઘું થશે!

અમદાવાદમાં CNGના ભાવમાં રૂ. ૪નો વધારો થતાં રિક્ષાચાલક એસોસિએશને લઘુત્તમ ભાડું રૂ. ૨૫થી વધારીને રૂ. ૩૦ કરવાની માંગ કરી છે. જો ભાડા વધારાને મંજૂરી મળશે તો સામાન્ય નાગરિકોના બજેટ પર સીધી અસર પડશે.

અમદાવાદમાં એક જ મહિનામાં રેકોર્ડ 21 ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને ચોમાસાની સિઝનનો ૮૩ ટકાથી વધુ વરસાદ વરસાવી દીધો છે. ચોંકાવનારી વાત એ છે કે, સિઝનનો કુલ ૨૧ ઇંચ જેટલો વરસાદ માત્ર જુલાઈ મહિનામાં જ પડી ગયો છે.

જમીન વિવાદ વચ્ચે સાંસદ અને એસઆરપી સામસામે

સાગબારાના ૧૨ ગામોમાં જંગલ જમીન ખેડવા મુદ્દે આદિવાસીઓના સમર્થનમાં આવેલા સાંસદ મનસુખ વસાવા અને SRP જવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રસ્તા પર બસો મૂકી રસ્તો બંધ કરાતાં સાંસદ અને વહીવટી તંત્ર વચ્ચે ભારે તંગદિલી સર્જાઈ હતી.