VIDEO: AFTERNOON NEWS / પાકિસ્તાનમાં લશ્કરના 30થી વધુ આતંકીઓ ઠાર, અભિજીત દીપકે સામે નોંધાઈ ફરિયાદ, ગીરમાં સિંહોના વસવાટ પર માઇનિંગનું જોખમ
ધમકી છતાં રશિયા પાસે ક્રૂડ ખરીદીનો રેકોર્ડ
અમેરિકાની ટેરિફની ધમકીઓ વચ્ચે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરી છે. જુલાઈમાં ભારતની કુલ ખરીદીમાંથી 50 ટકાથી વધુ તેલ રશિયા પાસેથી આવ્યું છે, જેમાં સાઉદી અને યુએઈ પણ પાછળ રહી ગયા છે.
પાકિસ્તાનમાં લશ્કરના 30થી વધુ આતંકીઓ ઠાર
પાકિસ્તાનમાં આતંકવાદીઓનો સફાયો થઈ રહ્યો હોવાનો ખુલાસો થયો છે! લશ્કર-એ-તૈયબાના ઓપરેટિવે દાવો કર્યો છે કે છેલ્લા 3-4 વર્ષમાં પેશાવર, કરાચી અને રાવલપિંડી સહિતના શહેરોમાં તેમના 30થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.
CJPના સ્થાપક સામે નોંધાઈ ફરિયાદ
સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર ફૈઝાન અંસારીએ કૉકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પુણે અને ઔરંગાબાદમાં હુમલો થયો હોવાનો આરોપ મૂકી ફૈઝાને ધરપકડની માંગ કરી છે.
દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ
દિલ્હી-NCRમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે દેશના અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે. પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં ભારે વરસાદ જ્યારે બિહાર, બંગાળ અને સિક્કિમ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગીરમાં સિંહોના વસવાટ પર માઇનિંગનું જોખમ
ગીરના જંગલ વિસ્તારમાં સિંહોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે. અમરેલીના બાબરકોટ પાસે અલ્ટ્રાટેક સિમેન્ટને માઇનિંગ માટે 75 હેક્ટર જંગલ જમીન આપવા વર્તમાન અધિકારીએ પોઝિટિવ અભિપ્રાય આપતાં વિવાદ સર્જાયો છે.
જંબુસરના પીર ટ્રસ્ટ સામે વકફ બોર્ડની તપાસ
જંબુસરના દોલત શહીદ પીર પબ્લિક ટ્રસ્ટ સામે ગંભીર ફરિયાદો મળતા ગુજરાત વકફ બોર્ડે તપાસના આદેશ આપ્યા છે. વકફ બોર્ડે ટ્રસ્ટના હોદ્દેદારોને નોટિસ પાઠવી મિલકતો, દુકાનોના ભાડા અને નાણાકીય હિસાબો રજૂ કરવા કડક સૂચના આપી છે.

