VIDEO: AFTER NOON NEWS/ અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે ભારતીય કંપની, ગોલ્ડી બ્રાર FBIની 'મોસ્ટ વોન્ટેડ' યાદીમાં સામેલ
સોર્સ : gstv
1) અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે ભારતીય કંપની
ભારતનું એસ્સાર ગ્રૂપ અમેરિકામાં કરવા જઈ રહ્યું છે $18 બિલિયનનું ઐતિહાસિક રોકાણ! વ્હાઇટ હાઉસથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત. સ્ટીલ ઉદ્યોગમાં હવે ગુંજશે ભારતીય બિઝનેસનો ડંકો!"
2) ગોલ્ડી બ્રાર FBIની 'મોસ્ટ વોન્ટેડ' યાદીમાં સામેલ
અમેરિકાની FBI એ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને Top 10 Most Wanted ની લિસ્ટમાં કર્યો સામેલ! લોરેન્સ બિશ્નોઈ ગેંગના આ શૂટર માટે જાહેર કર્યું $1 મિલિયનનું ઈનામ. હવે અમેરિકામાં પણ ગોલ્ડી બ્રારની ખેર નથી!"
3) ચૂંટણી પંચ પણ કોઈના કહેવાથી કામ કરવા લાગે તો પછી બાકી શું રહ્યું?
પશ્ચિમ બંગાળ પેટાચૂંટણી પહેલાં ચૂંટણી ચિહ્ન વિવાદમાં કોલકત્તા હાઈકોર્ટે ચૂંટણી પંચની કાઢી ઝાટકણી! કોર્ટે કહ્યું, 'જો પંચ નિષ્પક્ષ ન રહે અને કોઈના ઈશારે કામ કરે તો કહેવું જ શું?' એન્વલપ' ચિહ્નને લઈને પંચ ઘેરાયું!"
4) કોંગ્રેસે એકસાથે 100 નેતાઓને તોડીને મમતા બેનર્જી સાથે રચ્યો ખેલ
"ચૂંટણી પહેલાં મમતા બેનર્જીને મોટો ફટકો! TMCના ૧૦૦થી વધુ નેતાઓ અને કાર્યકરોએ ધારણ કર્યો કોંગ્રેસનો પંજો. ધારાસભ્યોના પક્ષપલટા વચ્ચે ચૂંટણી પંચે 'TMC' નામ અને 'ટ્વિન ફ્લાવર્સ' પ્રતીક પર લગાવી રોક! પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો!"
5) સિંહોનો સંવનન કાળ પૂરો થાય તે પહેલાં સફારી શરૂ
"ગીર સફારી શરૂ કરવા અંગે મોટો વિવાદ! સિંહોના સંવનન કાળ વચ્ચે 15 દિવસ વહેલી જંગલ સફારી શરૂ કરવાના નિર્ણયથી વનપ્રેમીઓ લાલઘૂમ! વન્યજીવોની સુરક્ષા સામે ઊઠ્યા ગંભીર સવાલો!"
6) નકલી નોટો બનાવવાના રેકોટનો પર્દાફાશ
રાજકોટમાં નકલી નોટોના રેકેટનો પર્દાફાશ! શ્યામ કિરણ પાર્કમાંથી કિશન સોલંકી ઝડપાયો! રૂ.100 અને 500ની ફેક નોટો સાથે પ્રિન્ટર અને સ્કેનર જપ્ત. શાતિર આરોપી સામે અગાઉ પણ નોંધાયા છે ગુના!

