VIDEO: AFTER NOON NEWS: નવેમ્બરમાં ખતમ થઈ જશે ટ્રમ્પનું ‘રાજ’! UNમાં નેતન્યાહૂના ભાષણનો જબરદસ્ત વિરોધ
સોર્સ : gstv
નવેમ્બરમાં ખતમ થઈ જશે ટ્રમ્પનું ‘રાજ’!
શું અમેરિકી રાજકારણમાં આવવાનો છે મોટો બદલાવ? કેલિફોર્નિયાના ગવર્નરનો દાવો છે કે મધ્યસત્ર ચૂંટણી પછી ડેમોક્રેટિક પાર્ટી પ્રતિનિધિ સભા પર ફરી કબજો મેળવી શકે છે! જો આવું થયું, તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો પર કોંગ્રેસનો સિકંજો વધુ મજબૂત બનશે.
UNમાં નેતન્યાહૂના ભાષણનો જબરદસ્ત વિરોધ
"UNમાં ઈઝરાયલના પીએમ નેતન્યાહૂના સંબોધન વખતે ન્યૂયોર્કના રસ્તાઓ પર મચ્યો ભારે હોબાળો! ગાઝા યુદ્ધ સામે અવાજ ઉઠાવવા ઉતરેલા પ્રદર્શનકારીઓ પર પોલીસે કસ્યો સકંજો. હોલિવૂડ અભિનેત્રી સુસાન સરંડન અને હન્ના આઇબાઇન્ડર સહિત અનેકની થઈ ધરપકડ!
એશિયન ગેમ્સ 2026માં ભારતનો દબદબો:
એશિયન ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત! શૂટિંગમાં મળ્યો વધુ એક ગોલ્ડ મેડલ! ભારતે 2 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ કુલ ૧૯ મેડલ્સ સાથે મચાવી ધમાલ!
અમદાવાદમાં આ માર્ગો રહેશે બંધ
અમદાવાદમાં આજે ગણેશ વિસર્જનને લઈને બપોરે ૧ વાગ્યાથી સરદાર બ્રિજ, એલિસબ્રિજ, રિવરફ્રન્ટ ઈસ્ટ-વેસ્ટ સહિતના કેટલાક રસ્તાઓ બપોરે 1 વાગ્યા બાદ બંધ! ટ્રાફિક જામથી બચવા વૈકલ્પિક રૂટનો કરો ઉપયોગ.
સુરતમાં વ્યાજખોરોનો ખુલ્લેઆમ આતંક
સુરતમાં પૈસાની ઉઘરાણીના નામે યુવકને ઓફિસમાં બોલાવી ઢોર માર મારવાનો વીડિયો થયો વાયરલ. દાદાગીરીનો વીડિયો સામે આવતા લોકોમાં રોષ, તો પોલીસની કામગીરી પર પણ ઊઠ્યા સવાલો!

