VIDEO: AFTER NOON NEWS: ગ્રીનલૅન્ડમાં અમેરિકાના ૨ નવા મિલિટરી બેઝ!, યુદ્ધ વચ્ચે અમેરિકા-ઈરાનની હાઇ લેવલ મીટિંગ
સોર્સ : gstv
1) ગ્રીનલૅન્ડમાં અમેરિકાના ૨ નવા મિલિટરી બેઝ!
અમેરિકાએ ગ્રીનલૅન્ડમાં સૈન્ય હાજરી વધારવા મોટો સુરક્ષા કરાર કર્યો! ટ્રમ્પ, ડેનમાર્ક અને ગ્રીનલૅન્ડના વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરાર પર હસ્તાક્ષર કર્યા, જેના હેઠળ ગ્રીનલૅન્ડમાં અમેરિકાના બે નવા મિલિટરી બેઝ તૈયાર થશે.
2) યુદ્ધ વચ્ચે અમેરિકા-ઈરાનની હાઇ લેવલ મીટિંગ
ન્યૂયોર્કમાં UNGAસત્ર દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. સ્ટીવ વિટકૉફ, જેરેડ કુશનર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે આ મુલાકાત અંદાજે ૩ કલાક સુધી ચાલી હતી.
3) UPમાં મોડી રાત્રે કમાન્ડો એક્શન! ટ્રિપલ મર્ડર કરનાર આરોપીનું એન્કાઉન્ટર
ઉત્તર પ્રદેશના આજમગઢમાં માથાભારે શખ્સે પત્ની, બે પૂજારી અને બાળકની ગોળી મારી હત્યા કરી દીધી! બાળકોને બંધક બનાવનાર આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઘવાયા બાદ મૃત્યુ પામ્યો છે. આ ભીષણ હત્યાકાંડમાં કુલ ૫ લોકોના મોત નીપજ્યા છે.
4) સાયોની ઘોષ ભાજપ માટે પ્રચાર કરશે: રાજકારણમાં મોટો ગરમાવો!
સતત ભાજપનો વિરોધ કરનાર સાયોની ઘોષ હવે ભાજપ માટે મત માંગતી જોવા મળી શકે છે! નેશનલ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયાએ નંદીગ્રામ અને રેજીનગર પેટાચૂંટણીમાં ભાજપના સમર્થનમાં પ્રચાર કરવાની જાહેરાત કરતાં રાજકારણ ગરમાયું છે.
5) ગુજરાતમાં ચોમાસાની વિદાય: ૧૧ તાલુકામાં ૧૦ ઈંચથી પણ ઓછો વરસાદ!
ગુજરાતમાં ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે! અત્યાર સુધી સિઝનનો સરેરાશ ૮૮ ટકા વરસાદ નોંધાયો છે, પરંતુ હજુ પણ રાજ્યના ૧૫ જિલ્લામાં વરસાદની ઘટ છે અને ૧૧ તાલુકામાં ૧૦ ઈંચ વરસાદ પણ નથી પડ્યો.
6) કારે છકડા રિક્ષાને મારી ટક્કર
અરવલ્લીના ઈડર-ભિલોડા હાઈવે પર કારની અડફેટે અંબાજીથી પરત ફરતા પદયાત્રીઓનો છકડો પલટી ગયો! આ ભયાનક અકસ્માતમાં ૮ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી ૩ની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને સારવાર અર્થે ભિલોડા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

