VIDEO: AFTER NOON NEWS: ટ્રમ્પે CNN પર પ્રતિબંધ મૂક્યો ,જયશંકરે V4+વિદેશ મંત્રીઓની બેઠકને ઐતિહાસિક ગણાવી
સોર્સ : gstv
1) ટ્રમ્પે CNN પર પ્રતિબંધ મૂક્યો
અમેરિકાના મુખ્ય ટેલિવિઝન નેટવર્ક્સે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અધિકૃત કાર્યક્રમોને કવરેજ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. વ્હાઈટ હાઉસે CNN, MS NOW અને પોલીટિકો પર 'ફેક ન્યૂઝ' ચલાવવાનો આરોપ લગાવીને પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
2) જયશંકરે V4+વિદેશ મંત્રીઓની બેઠકને ઐતિહાસિક ગણાવી
"સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્ર માટે ન્યૂયોર્ક પહોંચેલા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે EUના નેતાઓ સાથે ખાસ મુલાકાત કરી. તેમણે ભારત-EU સહયોગ વધારવા સાથે યુક્રેન, ગલ્ફ ક્ષેત્ર અને ઈન્ડો-પેસિફિકની સ્થિતિ જેવા મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી."
3) ONGCએ ભારતના જળક્ષેત્રમાં ગેસના ભંડાર શોધ્યા;
ભારતને મોટી રાહત મળે તેવી એક શોધ ONGCએ કરી છે. ONGCએ ઓડિશાના દરિયાકાંઠાથી 43 કિલોમીટર દૂર મહાનદી બેસિનમાં કુદરતી ગેસનો વિશાળ ભંડાર શોધી કાઢ્યો છે, જે દેશની ઊર્જા સુરક્ષા માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.".
4) ખાડી યુદ્ધથી ભારતીય અર્થતંત્રને ફટકો
ખાડી યુદ્ધના કારણે ભારતીય અર્થતંત્રને જબરદસ્ત ફટકો પડી રહ્યો છે. દેશના નવ કોર સેક્ટરના ગ્રોથે પાઘડીનો વળ આવે છેડે એમ ઓગસ્ટમાં ત્રણ મહિનાની નીચે 4.8 ટકાનો વૃદ્ધિદર દર્શાવ્યો છે. કોર સેક્ટરમાં પણ લોહખનીજ અને કોલસાના ઉત્પાદનમાં થયેલા સંકોચનથી સૌથી મોટો ફટકો પડયો છે,
5) સુરેન્દ્રનગરના પાટડીમાં જોખમી સવારી
સુરેન્દ્રનગરના સુરેલથી આદરીયાણા રૂટ પર એસ.ટી. બસ જ નથી. એક જ છકડા રીક્ષામાં ૩૦-૩૦ વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરવા મજબૂર છે! નેતાઓને અનેક રજૂઆતો છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે... શું કોઈ મોટો અકસ્માત થાય પછી જ બસ શરૂ થશે?"
6) કાર્તિક આર્યને લીધી સ્ટેચ્યુઓફ યુનિટીની મુલાકાત
"એકતાનગર પહોંચ્યા બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન! ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની મુલાકાત લીધી. સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પી નર્મદાના મનોરમ દૃશ્યો નિહાળ્યા અને આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયા!"

