VIDEO: AFTER NOON NEWS: રશિયાએ યુએનમાં કાયમી બેઠક માટે ભારતનું સમર્થન, પીઓકેની ભારતમાં જોડાવાની જીદ
સોર્સ : gstv
રશિયાએ યુએનમાં કાયમી બેઠક માટે ભારતનું સમર્થન
એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના પ્રતિનિધિત્વની હિમાયત કરતા, લાવરોવે ભારત અને બ્રાઝિલની દાવેદારી પર ભાર મૂક્યો. BRICS અને G4 દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની ભારતની માંગને હવે મળ્યો રશિયાનો મોટો સપોર્ટ!
પીઓકેની ભારતમાં જોડાવાની જીદ
PoKમાં ૧૧૦ દિવસના આંદોલન બાદ મંડોલમાં ૨૫ હજાર લોકોનો મોટો હંગામો.અન્ન સંકટથી અકળાયેલી જનતાએ LoC તોડીને ભારત સાથે વિલીનીકરણની કરી જોરદાર માંગ. પાકિસ્તાની સેના સામે સણસણતો પડકાર!
યુક્રેન યુદ્ધ, મધ્ય પૂર્વની સ્થિતિ અને આતંકવાદ...UNમાં એસ. જયશંકરના પાંચ મુખ્ય મુદ્દા
UNને સંબોધિત કરતી વખતે, વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદના મુદ્દે મક્કમ વલણ અપનાવ્યું હતું. જ્યારે કેટલાક દેશો આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે, ત્યારે તે સમગ્ર વિશ્વ માટે ખતરો બની રહ્યો છે. પાકિસ્તાનનું નામ લીધા વિના, જયશંકરે ભારપૂર્વક કહ્યું કે રાજ્ય-પ્રાયોજિત આતંકવાદનો નાશ થવો જોઈએ.
બંગાળની મદ્રેસાઓમાં 'વંદે માતરમ્' ગાવાનું ફરજિયાત
પશ્ચિમ બંગાળમાં મોટો નિર્ણય! સુવેન્દુ અધિકારીએ રાજ્યની મદ્રસાઓમાં 'વંદે માતરમ્' ગાવાનું ફરજિયાત બનાવવાની કરી જાહેરાત!"ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ અવલોકન કર્યું હતું કે 'વંદે માતરમ્' ન ગાવા બદલ કોઈને સજા ન થવી જોઈએ. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે કોઈને પણ તેના તમામ છ પદો ગાવા માટે મજબૂર કરી શકાય નહીં.
સુરતમાં વેક્સિનેશન બાદ પેરાસિટામોલની જગ્યાએ ડાયાબિટીસની ગોળી બાળકોને આપી દીધી
સુરતના પલસાણામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી,મમતા દિવસ રસીકરણ કાર્યક્રમ દરમિયાન પાંચ બાળકોને પેરાસિટામોલ ગોળીના બદલે ભૂલથી ડાયાબિટીસની અત્યંત ભારે ગણાતી દવા આપી દેવામાં આવી હતી. દવાની ગંભીર આડઅસ રથતાં પાંચ બાળકોને તાત્કાલિક હોસ્પિટલોના આઈસીયુ (ICU) વોર્ડમાં દાખલ કરવા પડ્યા હતા.
સુરતમાં વ્યાજખોર મામલે પોલીસનું મોટું એક્શન
સુરતના મોટા વરાછામાં ઉછીના રૂપિયાના મામલે જમીન દલાલ કેતન વાઘાણી પર જીવલેણ હુમલાનો મામલો, "ઉતરાણ પોલીસે તારક કોશિયા, મૌલિક અને માનવની ધરપકડ કરી ઘટનાસ્થળે લઈ જઈ કરાવ્યું રિકન્સ્ટ્રક્શન કરાયું

