VIDEO: AFTER NOON NEWS: યુકેમાં યુએસ એરબેઝ નજીક 5 લોકોની ધરપકડ ,સાઉદી હુમલા બાદ યમનના તાઈઝના બજારમાં ભારે તબાહી
સોર્સ : gstv
1) યુકેમાં યુએસ એરબેઝ નજીક 5 લોકોની ધરપકડ
બ્રિટનમાં યુએસ મિલિટરી એરબેઝ નજીક પાંચ વ્યક્તિઓની ધરપકડથી ખળભળાટ મચી ગયો છે. દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેન્ડના ગ્લોસ્ટરશાયરમાં RAF ફેરફોર્ડ નજીક તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે તપાસ શરૂ થઈ ગઈ છે અને વ્યક્તિઓ કસ્ટડીમાં છે
2) સાઉદી હુમલા બાદ યમનના તાઈઝના બજારમાં ભારે તબાહી
યમનના તાઈઝમાં સાઉદી એરફોર્સનો ભયાનક એરસ્ટ્રાઈક! સેન્ટ્રલ માર્કેટ પરના બોમ્બમારામાં 7 નાગરિકોના મોત, માર્કેટ અને ગોડાઉન તબાહ! હવાઈ હુમલા બાદ વિસ્તારમાં માતમો છવાયો
3)જ્ઞાનેશ કુમારે રાષ્ટ્રપતિને તેમનું રાજીનામું મોકલ્યું? ચૂંટણી પંચે સત્ય જાહેર કર્યું
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે રાજીનામું આપ્યાની અફવા! વાયરલ પત્રને ચૂંટણી પંચે ગણાવ્યો ફેક! રાષ્ટ્રપતિને પત્ર મોકલ્યાના દાવા સંપૂર્ણ અસત્ય ગણાવ્યા છે!SIR પ્રક્રિયા પર ઘેરાયા વિવાદો વચ્ચે ચૂંટણી પંચની મોટી સ્પષ્ટતા!"
4) ઉજ્જૈનમાં શાહી મસ્જિદ પર બુલડોઝરની કાર્યવાહી પહેલાં હોબાળો
ઉજ્જૈનના અબ્દાલપુરા વિસ્તારમાં શાહી મસ્જિદનો અમુક હિસ્સો દૂર કરવાના પગલાને લઈને વિવાદ સર્જાયો છે. ભારે વિરોધ વચ્ચે હવે આ મુદ્દે મુસ્લિમ સમુદાય પોતે જ બે ભાગમાં વહેંચાઈ ગયો છે: એક જૂથ મસ્જિદનો તે હિસ્સો દૂર કરવા તૈયાર છે, જ્યારે બીજું જૂથ તેના વિરોધમાં મક્કમ છે.
5)ભાજપના સ્થાનિક નેતાઓએ જ ચૈતર વસાવાને ચૂંટણીમાં જીતાડ્યો, BJPના સાંસદે જ ખોલી પોલ
દેડિયાપાડામાં 'આપ'ના ચૈતર વસાવાને જીતાડવામાં ભાજપના જ નેતાઓનો હાથ હોવાનો આક્ષેપ! જાહેર મંચ પરથી ઘરના જ ઘાતકીઓનો કર્યો પર્દાફાશ, મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું!"
6) નવસારીમાં કાર ચાલકે આધેડને મારી ટક્કર
નવસારીના એરુ ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની સનસનાટીપૂર્ણ ઘટના! બેફામ ઓડી કારની ટક્કરે રસ્તો ઓળંગતા આધેડનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ! અકસ્માત સર્જી કારચાલક ફરાર થયો હતો પોલીસે કારચાલકને દબોચવા શોધખોળ શરૂ કરી

