VIDEO: AFTER NOON NEWS/ ટ્રમ્પે AIનું નામ બદલ્યું, રશિયાનું Tu-95 બોમ્બર ક્રેશ, ભારતને સાતમો 'ગોલ્ડ મેડલ'
સોર્સ : gstv
1) ટ્રમ્પે AIનું નામ બદલ્યું; મસ્ક, પિચાઈ અને ઝુકરબર્ગની હાજરીમાં આદેશ પસાર કર્યો
વ્હાઇટ હાઉસમાં ટેક દિગ્ગજો સાથેની બેઠક બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે લીધો એક મોટો નિર્ણય! હવે AI 'Artificial Intelligence' નહીં, પરંતુ SI એટલે કે 'Super Intelligence' તરીકે ઓળખાશે!"
2) રશિયાનું Tu-95 બોમ્બર ક્રેશ
રશિયાથી આવ્યા મોટા સમાચાર! તાલીમ અભિયાન દરમિયાન બોમ્બર Tu-95 ક્રેશ થતાં 6 ક્રૂ મેમ્બર્સના દર્દનાક મોત! રશિયન સંરક્ષણ મંત્રાલયે ઘટનાની પુષ્ટિ કરી છે!" દુર્ઘટનાગ્રસ્ત Tu-95 પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમછે.
3) ભારતને સાતમો 'ગોલ્ડ', તીરંદાજીમાં ચીનને હરાવી મહિલાઓએ કરી કમાલ
"એશિયન ગેમ્સ 2026માં ભારતે રચ્યો ઇતિહાસ! ચીનને ધૂળ ચાટતી કરી ભારતીય મહિલા તીરંદાજી ટીમે જીત્યો ગોલ્ડ મેડલ! આ સાથે ભારતના ખાતામાં આવ્યો 7મો સુવર્ણચંદ્રક!"ચિખિથા, પ્રિતિકા અને જ્યોતિ સુરેખાની આ ટીમનું ગેમમાં દમદાર પ્રદર્શન
4) મુંબઈના થાણેમાં શિવસેના (UBT)નેતાની કાર્યાલય સામે જ ગોળી મારી હત્યા
"થાણેમાં શિવસેના UBT નેતા પ્રદીપ પુર્ણેકરની સરેઆમ ગોળી મારીને હત્યા! બાઇક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કરી મચાવી સનસનાટી! પોલીસે આરોપીઓને પકડવા શરૂ કરી નાકાબંધી!"
5) ગુજરાત ATS અને ICGનું મેગા ઓપરેશન: અરબ સાગરમાંથી ₹3000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
અરબ સાગરમાં ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન! ઈરાની બોટમાંથી ₹3000 કરોડનું ડ્રગ્સ ઝડપી 5 પાકિસ્તાનીઓની ધરપકડ! એજન્સીઓએ કરી તપાસ તેજ!"ગુપ્ત બાતમી આધારે 'હોટ પર્સ્યુટ' કરી બોટને આંતરીને તમામને ઝડપ્યા
6) સુરતની પાલ RTO કચેરીમાં અધિકારીની દાદાગીરી!
કચેરીમાં રજૂઆત કરવા ગયેલા નાગરિક સાથે ગેરવર્તન! રોજના સર્વર ડાઉનથી પરેશાન નાગરિક વીડિયો બનાવતા જ અધિકારી ભડક્યા, ઝપાઝપી કરી આપ્યાનો આક્ષેપ! સમગ્ર મામલે નાગરિકે તંત્ર પાસે યોગ્ય તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી

