VIDEO: AFTER NOON NEWS / પાયલટ સ્મિતની વિશ્વભરના નેતાઓએ કરી પ્રશંસા, અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભીષણ એરસ્ટ્રાઈક
સોર્સ : gstv
1) PM મોદી, ટ્રમ્પ અને નેતન્યાહૂએ પાઇલટ સ્મિતને 'સાચા હીરો' ગણાવ્યા, બહાદુરીના વખાણ કર્યા
ફ્લાયદુબઈ ફ્લાઈટમાં હુમલા વચ્ચે લોહીલુહાણ થવા છતાં કેપ્ટન સ્મિત મછારે અદભૂત સાહસ દાખવી 174 મુસાફરોના જીવ બચાવ્યા. PM મોદી, ટ્રમ્પ અને નેતન્યાહૂએ પણ કહ્યું—'તમે અસલી હીરો છો!'સલામ છે આ ભારતીય સપૂતની બહાદુરીને!"
2) અફઘાનિસ્તાનમાં પાકિસ્તાને ફરી ભીષણ એરસ્ટ્રાઈ કરતાં 22 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત
"અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ વકર્યો! હેલમંદ પ્રાંતમાં પાકિસ્તાની વાયુસેનાની ભયાનક એરસ્ટ્રાઈકમાં 22 લોકોના મોત, 11થી વધુ ગંભીર રીતે ઘાયલ!"
3) LPG, UPIથી લઈને ATM સુધી... આજથી બદલાઈ રહ્યા છે આ 10 મોટા નિયમો
ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે દેશના 10 મોટા નાણાકીય નિયમો! LPG, FD અને NPS નિયમોમાં ફેરફાર, UPI ચાર્જમાં વધારો, ટીવી-ફ્રિજ સુધીના ઈલેક્ટ્રોનિક્સ મોંઘા થશે... હવે વધશે તમારા ખિસ્સા પર સીધો બોજ!"
4) આગામી 6-8 મહિનામાં સ્થિતિ બદલાઈ શકે છે, વડાપ્રધાન મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો મોટો દાવો
મોદીજી ચિંતામાં છે, અને વિપક્ષનું દબાણ રંગ લાવી રહ્યું છે! રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે આગામી 6 થી 8 મહિનામાં એવી ઘટનાઓ બનશે જે મોદી અને શાહ માટે અનુકૂળ નહીં હોય."
5) હોસ્ટલના ભોજનમાંથી નીકળ્યો વંદો
અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલના જમવામાંથી નીકળ્યો વંદો! વિદ્યાર્થીનીઓ અને NSUIએ રાત્રે ૨ વાગ્યા સુધી ગુંજવ્યો વિરોધ. ૧૪ માંગણીઓ સાથે સમેટાણું આંદોલન.
6) હોમવર્ક ન પૂરુ કર્યું એટલે વિદ્યાર્થીને આપી આકરી સજા
જૂનાગઢમાં અધૂરા હોમવર્કના કારણે શિક્ષિકાએ આકરી સજા આપી. હોમવર્ક ન કરવા બદલ વિદ્યાર્થીને કરાવાઈ ૩૦૦ ઉઠક-બેઠક! હાલત ગંભીર થતાં માસુમ ICUમાં ભર્તી. શિક્ષિકાએ માફી માંગી, પોલીસે તપાસ હાથ ધરી!

