Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Your bank account is targeted by AI, the government had to hold an emergency meeting!

VIDEO: Tech/ AIના ટાર્ગેટ પર તમારું બેંક એકાઉન્ટ! સરકારે કરવી પડી ઈમરજન્સી મીટિગ

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

થોડા દિવસો પહેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે દુનિયાનું સૌથી ખતરનાક માનવામાં આવતું AI મોડલ Mythos ખોટા હાથોમાં પડી ગયું છે. જેના કારણે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે બેંક વડાઓ સાથે મીટિંગ કરવી પડી હતી. આ મીટિંગ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી જોડાયેલા જોખમો અંગે હતી. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, AI મોડલ Mythosને બહારના લોકો દ્વારા એક્સેસ કરવામાં આવ્યું છે. આ દિગ્ગજ AI કંપની એન્થ્રોપિક (Anthropic) નું લેટેસ્ટ મોડલ છે અને તે મોટા ઓપરેટિંગ સિસ્ટમની ખામીઓ શોધવામાં અને તેનો ઉપયોગ કરવામાં માહેર માનવામાં આવે છે.

App Store

આવામાં ડર છે કે જો Mythos ખોટા હાથોમાં જાય, તો એવા સાયબર હુમલા થઈ શકે છે જે અત્યાર સુધી ક્યારેય જોયા નથી. આ AIથી સામાન્ય લોકોના બેંક ખાતા પણ જોખમમાં આવી શકે છે, જેના કારણે બેંકોને કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાની સિસ્ટમ, ડેટા અને ગ્રાહકોના પૈસા સુરક્ષિત રાખવા માટે અત્યારથી જ નક્કર પગલાં ભરે.

Mythos માત્ર એક AI મોડલ નથી, પરંતુ તે એક ઓટોનોમસ સાયબર-વેપન (સ્વયંસંચાલિત સાયબર હથિયાર) ની જેમ કામ કરી શકે છે. તે બેંકિંગ સિસ્ટમના કોડમાં છુપાયેલી એવી ઝીણી ખામીઓને પલક ઝપકાવતા શોધી શકે છે જે હજુ સુધી સુધારવામાં આવી નથી.

શું છે Mythos?

Mythos એ એન્થ્રોપિક કંપનીનું લેટેસ્ટ AI મોડલ છે. તેને એટલું શક્તિશાળી અને ખતરનાક ગણાવવામાં આવે છે કે તેને હજુ સુધી જાહેર જનતા માટે રિલીઝ કરવામાં આવ્યું નથી. તેને 'પ્રોજેક્ટ ગ્લાસવિંગ' હેઠળ પસંદગીની કંપનીઓને જ આપવામાં આવ્યું છે. તાજેતરમાં આ મોડલ લીક થવાના સમાચાર આવ્યા બાદ દુનિયાભરની સરકારો સાવધ થઈ ગઈ છે.

Mythos AIથી જોખમ શું છે?

સોફ્ટવેરની નબળાઈનો ફાયદો ઉઠાવવો: બેંકો પોતાની સુરક્ષા માટે સમય-સમય પર સિક્યોરિટી પેચ જાહેર કરે છે. પરંતુ Mythos કોઈપણ સોફ્ટવેર કોડને સેકન્ડોમાં સ્કેન કરીને એવી ખામીઓ શોધી લે છે જે ડેવલપર્સની નજરમાં પણ આવી હોતી નથી. સિક્યોરિટી પેચ અપડેટ થાય તે પહેલા જ તે સિસ્ટમમાં ઘૂસી શકે છે.

સિસ્ટમ માટે ઓળખવું મુશ્કેલ: Mythos વર્તણૂકનું વિશ્લેષણ (Behavioral Analysis) કરવામાં ખૂબ જ સચોટ છે. તે યૂઝરની લોગ-ઈન કરવાની રીત ઝડપથી શીખી લે છે. હુમલો કરતી વખતે તે અસલી યૂઝર કે સિસ્ટમ એડમિન જેવું જ વર્તન કરે છે, જેથી ફાયરવોલ અને સુરક્ષા સિસ્ટમ તેને ઓળખી શકતી નથી.

માનવીય હેકર્સ કરતા વધુ શક્તિશાળી: માણસો દ્વારા થતી હેકિંગ અને Mythos દ્વારા થતી હેકિંગમાં ઘણો તફાવત છે. Mythos એકસાથે હજારો બેંકોના API સ્કેન કરી શકે છે અને નાની ખામી મળતા જ સેકન્ડોમાં ડેટા ચોરી કરી શકે છે.

જૂની સિસ્ટમ્સને સૌથી વધુ ખતરો: ભારતમાં ઘણી બેંકો હજુ પણ દાયકાઓ જૂની 'લિગેસી સિસ્ટમ' પર ચાલે છે. આ જૂની સિસ્ટમ્સ આધુનિક AI હુમલાઓને રોકવા માટે સક્ષમ નથી, જે Mythos માટે સરળ ટાર્ગેટ બની શકે છે.