Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Now there is no need to open PhonePe or Google Pay for UPI payments, know this secret shortcut!

VIDEO: Tech/ હવે UPI પેમેન્ટ માટે Phonepe કે G Pay ઓપન કરવાની જરૂર નથી, જાણો આ સિક્રેટ શોર્ટકટ!

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આજકાલ મોટાભાગના લોકો UPI પેમેન્ટ કરે છે. ઓનલાઇન શોપિંગથી લઈને વીજળીનું બિલ ભરવા સુધીના તમામ કામો માટે ફોનપે (PhonePe) અને ગુગલ પે (Google Pay) જેવી UPI એપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ફોન દ્વારા QR કોડ સ્કેન કરીને અથવા મોબાઈલ નંબર પર સીધા પૈસા મોકલી શકાય છે. જો કે, ઘણીવાર જ્યારે તમારે ઉતાવળમાં પેમેન્ટ કરવાનું હોય, ત્યારે એપ ઓપન કરવી અને પેમેન્ટના સ્ટેપ્સ ફોલો કરવામાં સમય લાગી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે એપ ઓપન કર્યા વગર પણ તમે પેમેન્ટ કરી શકો છો? આ પ્રક્રિયા એપ ખોલવા અને સ્કેન ઓપ્શન પસંદ કરવાના ઝંઝટમાંથી મુક્તિ અપાવે છે. એટલું જ નહીં, તમે એપ ખોલ્યા વિના ઘણું બધું કરી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે.

App Store

એપ ઓપન કર્યા વિના કરો પેમેન્ટ

જ્યારે તમે ઉતાવળમાં હોવ ત્યારે એપ ઓપન કરીને પેમેન્ટ કરવું થોડું મુશ્કેલ લાગે છે કારણ કે તેમાં અમુક સ્ટેપ્સ ફોલો કરવા પડે છે. પરંતુ તમે માત્ર એક ક્લિકમાં સીધું પેમેન્ટ કરી શકો છો.

આ કોઈ ટ્રિક કે જુગાડ નથી

આ કોઈ જુગાડ નથી, પરંતુ એપ્સ મેનેજ કરવાની એક સરળ રીત છે. તમારે ફક્ત એપ આઇકોન પર લોંગ પ્રેસ (થોડીવાર દબાવી રાખવું) કરવાનું છે. આવું કરતા જ તમને ઘણા ઓપ્શન્સ દેખાશે. જો તમે 'Scan QR Code' પર ક્લિક કરશો, તો સીધી જ સ્કેન કરવાની વિન્ડો ખુલી જશે. આ સિવાય તમને ત્યાં મની સેન્ડ (Send Money), ચેક બેલેન્સ (Check Balance) અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી જેવા વિકલ્પો પણ મળે છે.

એક ક્લિકમાં થશે પેમેન્ટ

તમારે બસ ફોનપે કે ગુગલ પે એપ પર લોંગ પ્રેસ કરવાનું છે. તમારી સામે એક મેનૂ ખુલશે, જેમાં 'Scan QR Code' ઓપ્શન પર ક્લિક કરો. હવે કોડ સ્કેન કરો, પિન નાખો અને પેમેન્ટ થઈ જશે. તેવી જ રીતે 'Send Money' પર ક્લિક કરીને સીધો મોબાઈલ નંબર નાખીને પેમેન્ટ કરી શકાય છે.

તમામ ફોનમાં મળે છે આ સુવિધા

ખાસ વાત એ છે કે આ કોઈ એપનું સ્પેશિયલ ફીચર નથી, પરંતુ સ્માર્ટફોનના યુઝર ઈન્ટરફેસ (UI)નું ફીચર છે. સેમસંગ, વીવો, ઓપ્પો, રિયલમી અને આઈફોન (iPhone) જેવા તમામ ફોનમાં આ રીતે ફાસ્ટ UPI પેમેન્ટ કરી શકાય છે.