શું iPhone 19 અને iPhone 20 સાથે લોન્ચ થશે? Apple લાવી રહ્યું છે એનિવર્સરી એડિશન, ફરી રચાશે 2017નો ઇતિહાસ!

Apple iPhoneની લોકપ્રિયતા કોઈનાથી છુપાઇ નથી અને iPhoneની આગામી વર્ષે 20મી એનિવર્સરી છે. આ દરમિયાન કંપની મોટી જાહેરાત કરવાની યોજના બનાવી રહી છે. વર્ષ 2017માં કંપનીએ iPhone 8, 8 Plusની સાથે iPhone X લોન્ચ કરી દીધો હતો. શક્યતા છે કે ઇતિહાસનું પુનરાવર્તન કરતાં કંપની ફરીથી 20મી એનિવર્સરી પર iPhone 19 સિરીઝની સાથે iPhone 20 પણ લોન્ચ કરી દેશે.
મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે કંપની ચાર નવા iPhoneને લઈને ટેસ્ટિંગ કરી રહી છે, જેમાં ડિઝાઇનથી લઈને ઘણા બધા અપગ્રેડ્સ જોવા મળવાના છે. કર્વ્ડ સ્ક્રીન વાળો iPhone પણ જોવા મળશે.
રિપોર્ટ મુજબ, Apple બે iPhoneને ફ્લેટ સ્ક્રીનમાં તૈયાર કરી રહ્યું છે, જ્યારે અન્ય બે iPhoneને કર્વ્ડ સ્ક્રીનમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ રીતે કંપની એનિવર્સરી એડિશનના રૂપમાં ચાર નવા મોડલ્સ લોન્ચ કરશે.
iPhone 20 પર 1mmના બેઝલ જોવા મળશે
રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે Apple ત્રણ વર્ષ બોર્ડરલેસ ડિઝાઇન બનાવવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં બેઝલ લગભગ 1mmના હશે. Appleના iPhoneમાં બેક પેનલમાં ગયા વર્ષે ફેરફાર કર્યો હતો. ડિસ્પ્લેને લઈને અત્યાર સુધી બહુ વધારે ફેરફાર થયો નથી. જ્યારે Samsung પહેલાથી જ કર્વ્ડ ડિસ્પ્લે વાળા સ્માર્ટફોન લોન્ચ કરી ચૂક્યું છે.
2017નો ઇતિહાસનું કરશે પુનરાવર્તન
20મી એનિવર્સરીને જોતા લાગે છે કે કંપની iPhone 18 Pro સિરીઝ બાદ સીધી iPhone 20 સિરીઝ લોન્ચ કરી દે. અથવા તો iPhone 19ની સાથે iPhone 20 પણ લોન્ચ કરી શકે છે, જેવું કંપની વર્ષ 2017માં કરી ચૂકી છે.
ક્વાડ કર્વ્ડ હશે નવો iPhone
આઇસ યુનિવર્સનો દાવો છે કે iPhoneના ગ્લાસને ચારેય કિનારા પર કર્વ્ડ બનાવવામાં આવ્યો છે. તેનાથી સામેથી જોતા ડિસ્પ્લે લગભગ વગર બેઝલ વાળું નજરે પડે છે. ડિસ્પ્લેના ચારેય કિનારે કર્વ્ડ હિસ્સો લગભગ 1mm પહોળો હશે.
Apple 3 વર્ષથી કરી રહ્યું છે કામ
કર્વ્ડ ડિસ્પ્લેને લઈને Apple લગભગ 3 વર્ષથી કામ કરી રહ્યું છે અને તેના માટે તે ઘણા ફેરફાર કરી ચૂક્યું છે. કંપનીએ શરૂઆતના પ્રોટોટાઇપમાં આપેલી વધુ કર્વ્ડ ડિઝાઇનને પણ ઓછી કરી છે. કર્વ્ડ સ્માર્ટફોન જોવામાં આકર્ષક લાગે છે.
કર્વ્ડ સ્ક્રીનમાં આવતી સમસ્યાઓ
કર્વ્ડ સ્ક્રીન વાળા સ્માર્ટફોનની પોતાની મર્યાદાઓ હોય છે. કર્વ્ડ સ્માર્ટફોનની મજબૂતાઈ, ભૂલથી ગ્લાસ ટચ થઈ જવું, સ્ક્રીન પ્રોટેક્શન ન મળવું અને રિપેર કરાવવામાં આવતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.








