Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : WhatsApp's new safety feature; Unknown calls will now be automatically silenced

VIDEO: Tech / WhatsAppનું નવુ સેફ્ટી ફીચર; અજાણ્યા કોલ્સ હવે આપમેળે થઈ જશે સાયલેન્ટ,આવી રીતે કરો સેટિંગ

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ(WhatsApp) તેના યુઝર્સના અનુભવને વધુ સુરક્ષિત અને સરળ બનાવવા માટે અવારનવાર નવા ફીચર્સ રજૂ કરતું રહે છે. છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા નંબરો પરથી આવતા 'સ્પામ કોલ્સ' અને છેતરપિંડીના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સમસ્યાના ઉકેલ માટે વોટ્સએપે એક શાનદાર ફીચર ‘સાયલેન્સ અનનોન કોલર્સ’(Silence Unknown Callers) રજૂ કર્યું છે.

App Store

શું છે આ નવું ફીચર?

ઘણીવાર આપણને અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબરો કે અજાણ્યા વ્યક્તિઓના કોલ આવતા હોય છે, જે હેરાનગતિનું કારણ બની શકે છે. ‘સાયલેન્સ અનનોન કોલર્સ’ ફીચરની ખાસિયત એ છે કે જ્યારે પણ કોઈ એવો નંબર જે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ નથી, તેના પરથી કોલ આવશે તો તમારા ફોનમાં રિંગ નહીં વાગે એટલે કે કોલ આપમેળે સાઈલેન્ટ થઈ જશે.

કોલ દેખાશે કે નહીં?

યુઝર્સના મનમાં પ્રશ્ન થાય કે, જો કોઈ મહત્ત્વનો કોલ હોય અને નંબર સેવ ન હોય તો શું? વોટ્સએપે તેની પણ તકેદારી રાખી છે. ભલે ફોનમાં રિંગ ન વાગે, પરંતુ આ કોલ તમારી ‘Calls’ ટેબમાં અને નોટિફિકેશનમાં જોવા મળશે. જેથી તમે પછીથી ચેક કરી શકો કે કોનો ફોન હતો.

કરી રીતે ફીચર એક્ટિવેટ કરવું?

જો તમે પણ અજાણ્યા કોલ્સથી પરેશાન છો, તો નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરીને આ ફીચર ચાલુ કરી શકો છો:

- સૌ પ્રથમ તમારું WhatsApp ઓપન કરો.

- જમણી બાજુ ઉપરના ખૂણે આપેલા ત્રણ ડોટ્સ(Settings) પર ક્લિક કરો.

- ત્યારબાદ ‘Privacy’ના ઓપ્શનમાં જાઓ.

- ત્યાં તમને ‘Calls’નો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.

- હવે ‘Silence Unknown Callers’ બટનને ઓન (Enable) કરી દો.

કેમ જરૂરી છે આ ફીચર?

આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમ અને સ્પામ કોલ્સ દ્વારા થતી છેતરપિંડી આસમાને છે. ખાસ કરીને વિદેશી નંબરો પરથી આવતા ફેક કોલ્સથી બચવા માટે આ ફીચર સુરક્ષાની એક મજબૂત દીવાલ સાબિત થશે. તેનાથી યુઝર્સની પ્રાઈવસી જળવાઈ રહેશે અને કામ દરમિયાન બિનજરૂરી ખલેલ પણ નહીં પહોંચે.