Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Those 'stunt' cars from history that transformed the automobile world!

VIDEO: Auto/ ઈતહાસની એ 'ધુરંધર' કારો, જેણે ઓટોમોબાઈલ દુનિયાની કરી દીધી હતી કાયાપલટ!

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2026
લાઇવ ટીવીGoogle News
VIDEO: Auto/ ઈતહાસની એ 'ધુરંધર' કારો, જેણે ઓટોમોબાઈલ દુનિયાની કરી દીધી હતી કાયાપલટ!
સોર્સ : GSTV

આજના સમયમાં બજારમાં ઘણી આધુનિક કારો ઉપલબ્ધ છે. કંપનીઓ એકથી એક ચઢિયાતા હાઈ-ટેક ફીચર્સ અને એડવાન્સ ટેકનોલોજી ધરાવતી કારો લોન્ચ કરી રહી છે. પરંતુ, આજે અમે તમને ઈતિહાસની એવી કારો વિશે જણાવીશું જે પોતાના સમયમાં અજેય હતી. દાયકાઓ પહેલા લોન્ચ થયેલી આ કારોએ ઓટોમોબાઈલ ઉદ્યોગની કાયાપલટ કરી દીધી હતી. આ ગાડીઓ પોતાના જમાના કરતા ઘણી આગળ હતી. ભલે તે સમયે આ ગાડીઓનું વેચાણ બહુ ન થયું હોય, પરંતુ તેમણે શરૂ કરેલી ટેકનોલોજી આજે પણ આધુનિક કારોમાં જોવા મળે છે. ચાલો જાણીએ જૂના જમાનાની આવી જ ચાર શ્રેષ્ઠ કારો વિશે.

App Store

લેમ્બોર્ગિની કાઉન્ટાચ (Lamborghini Countach)

1970ના દાયકાની આ કારે સુપરકાર બનાવવાની રીત હંમેશા માટે બદલી નાખી હતી. તેની શાનદાર ડિઝાઈન અને તેમાં લાગેલું પાવરફુલ V12 એન્જિન તે સમયે કોઈ અજાયબીથી ઓછું નહોતું. તેની ડિઝાઈન જોઈને ફેરારી જેવી કંપનીઓએ પણ પોતાની કારની ડિઝાઈનમાં ફેરફાર કર્યો હતો. આજના સમયમાં આવતી શેવરોલે કોર્વેટમાં પણ આવી જ ડિઝાઈન જોવા મળે છે. 1974માં પણ આ કાર 290 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ પકડી શકતી હતી, જે આજની ઘણી સ્પોર્ટ્સ કારની બરાબર છે. જોકે, તેને ચલાવવી થોડી અઘરી હતી કારણ કે તેનું ક્લચ ખૂબ હેવી હતું અને પાછળનું દ્રશ્ય બિલકુલ દેખાતું નહોતું.

બુગાટી ટાઈપ 35 (Bugatti Type 35)

1920ના દાયકામાં જ્યારે મોટાભાગના લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા, ત્યારે બુગાટીએ આ સુપરકાર રજૂ કરી હતી. ખાસિયતોની વાત કરીએ તો તે વજનમાં ખૂબ જ હલકી (માત્ર 725 કિલો) હતી અને તેને એલ્યુમિનિયમથી બનાવવામાં આવી હતી. તેનું એન્જિન 140 હોર્સપાવરની તાકાત જનરેટ કરતું હતું અને તે 210 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકતી હતી. આ કારે 1924 થી 1930 દરમિયાન 2,000 થી વધુ રેસ જીતી હતી.

હોન્ડા ઈનસાઈટ (Honda Insight)

ભલે ટોયોટા પ્રિયસ પહેલી હાઈબ્રિડ કાર હતી, પરંતુ હોન્ડા ઈનસાઈટને શરૂઆતથી જ માત્ર હાઈબ્રિડ કાર તરીકે ડિઝાઈન કરવામાં આવી હતી. આ કારનું ચેસિસ ખૂબ જ હલકું હતું અને તેમાં 1-લિટરનું 3-સિલિન્ડરવાળું નાનું એન્જિન વપરાયું હતું, જેને 10 કિલોવોટની ઈલેક્ટ્રિક મોટર સાથે જોડવામાં આવ્યું હતું. તેને બનાવવાનો મુખ્ય હેતુ માઈલેજ વધારવાનો અને ઈંધણની બચત કરવાનો હતો. આજે વિશ્વભરમાં હાઈબ્રિડ કારોનો જે દબદબો છે, તેનો પાયો આ કારે જ નાખ્યો હતો.

એએમસી ઈગલ (AMC Eagle)

આજે આપણે રસ્તાઓ પર જે ક્રોસઓવર એસયુવી (Crossover SUV) જોઈએ છીએ, તેની શરૂઆત 1980માં આ કારથી થઈ હતી. તે સમયે ફોર-વ્હીલ ડ્રાઈવ (4WD) માત્ર જીપ કે ટ્રકોમાં જ આવતું હતું. પરંતુ એએમસી ઈગલ પહેલી એવી કાર હતી જેમાં ફોર-વ્હીલ ડ્રાઈવ ફીચર આપવામાં આવ્યું હતું. તે શહેરના સામાન્ય રસ્તાઓની સાથે સાથે ઉબડ-ખાબડ રસ્તાઓ, પથરાળ જગ્યાઓ અને કાદવ-પાણીવાળા રસ્તાઓ પરથી પણ આરામથી નીકળી શકતી હતી.