Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : NHAI has made a major change in toll collection rules! Implementation started from April 1

VIDEO: Auto/ NHAIએ ટોલ કલેક્શનના નિયમોમાં કર્યા મોટો ફેરફાર! 1 એપ્રિલથી શરૂ કરાયો અમલ

Timeછેલ્લું અપડેટ : 01 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

1 એપ્રિલ, 2026થી દેશના તમામ ટોલ પ્લાઝા પૂરી રીતે કેશલેસ (રોકડમુક્ત) થઈ જશે. જો તમે રોકડ આપીને ટોલ પેમેન્ટ કરવા ઈચ્છશો, તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ દેશના ધોરીમાર્ગો પર મુસાફરીને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે ટોલ કલેક્શનના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે તમે માત્ર ફાસ્ટટેગ (FASTag) અથવા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા જ ટોલ ફી ભરી શકશો.

App Store

રોકડ વ્યવહારની વ્યવસ્થા નાબૂદ

જો તમે 1 એપ્રિલથી નેશનલ હાઈવે અથવા એક્સપ્રેસ-વે પર કાર દ્વારા મુસાફરી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો કાં તો તમારું ફાસ્ટટેગ રિચાર્જ કરી લો અથવા UPI એપ ઇન્સ્ટોલ કરી લો. NHAIની સત્તાવાર જાહેરાત મુજબ, હવે ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણીની વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ કરવામાં આવી રહી છે. NHAI નું આ પગલું દેશભરના તમામ ટોલ પ્લાઝા પર લાગુ થશે. અધિકારીઓનું માનવું છે કે સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમથી વાહનો ટોલ પ્લાઝા પરથી ઝડપથી પસાર થઈ શકશે, જેનાથી લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે અને મુસાફરીના સમયની પણ બચત થશે.

FASTagમાં બેલેન્સ ન હોય તો શું થશે?

તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે જો ફાસ્ટટેગ એક્ટિવ ન હોય અથવા તેમાં બેલેન્સ ઓછું હોય તો શું કરવું? આવી સ્થિતિમાં તમારે દંડ ભરવો પડી શકે છે. જોકે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ઈમરજન્સીની સ્થિતિમાં મુસાફરો પાસે ટોલ બૂથ પર ઉપલબ્ધ QR કોડ સ્કેન કરીને UPI દ્વારા ટોલ ટેક્સ ચૂકવવાની તક રહેશે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

ટોલ પ્લાઝાના નવા નિયમોને કારણે શરૂઆતના દિવસોમાં ઘણા મુસાફરોને, ખાસ કરીને જેઓ ડિજિટલ પેમેન્ટ નથી કરતા તેમને મુશ્કેલી પડી શકે છે. તેથી, મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે:

મુસાફરી શરૂ કરતા પહેલા ખાતરી કરો કે તમારું FASTag એક્ટિવ છે.

તે તમારા બેંક એકાઉન્ટ સાથે યોગ્ય રીતે જોડાયેલું હોય અને તેમાં પૂરતું બેલેન્સ હોય.

બેકઅપ તરીકે સ્માર્ટફોનમાં ચાલુ UPI એપ (જેમ કે Google Pay, PhonePe, Paytm) રાખવી હિતાવહ છે.