Tech News : 7000mAh બેટરીવાળો સૌથી પાતળો સ્માર્ટફોન લોન્ચ, ફોનમાં ફીચર્સ છે એકથી એક ચડિયાતા

Realme 15T સ્માર્ટફોને Realme 15 સિરીઝમાં પ્રવેશ કર્યો છે, 7000 mAh બેટરી સાથે લોન્ચ થયેલા આ લેટેસ્ટ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલ ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ અને 50 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા જેવા ઘણાં ફીચર્સ છે. આ ફોનમાં એરફ્લો વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ છે જે હેન્ડસેટમાં ઉત્પન્ન (જનરેટ) થતી ગરમીને ઠંડુ કરવાનું કામ કરશે.
Realme 15T Price in India
આ Realme સ્માર્ટફોનના 8 GB / 128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 20999 રૂપિયા, 8 GB / 256 GB વેરિયન્ટની કિંમત 22999 રૂપિયા અને 12 GB / 256 GBના ટોપ વેરિયન્ટની કિંમત 24999 રૂપિયા છે. ઉપલબ્ધતાની વાત કરીએ તો, આ ફોનનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે અને 5 સપ્ટેમ્બરથી આ ફોનનું વેચાણ Flipkart, Realmeની સત્તાવાર સાઇટ અને પસંદગીના ઑફલાઇન રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે.
લોન્ચ ઓફર્સ અને ટક્કર
ગ્રાહકોને પસંદગીના બેંક કાર્ડ પર EMI ટ્રાન્ઝેક્શન દ્વારા પેમેન્ટ પર 2000 રૂપિયા (ઓનલાઈન ખરીદી પર) ડિસ્કાઉન્ટ અને સંપૂર્ણ સ્વાઇપ ટ્રાન્ઝેક્શન પર 1000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ મળશે. આ ઉપરાંત ડાઉન પેમેન્ટ વિના 10 મહિના માટે નો-કોસ્ટ EMIની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત ફોન પ્રી-બુક કરનારા ગ્રાહકોને કંપની દ્વારા Realme Buds T01 TWS ઇયરબડ્સ મફત આપવામાં આવશે. ફોન ઓફલાઇન ખરીદનારા ગ્રાહકોને પસંદગીના બેંક કાર્ડ પર 2 હજાર રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને 5000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર અને નવ મહિના સુધી નો કોસ્ટ EMI મળશે. સ્પર્ધા વિશે વાત કરીએ તો, આ Realme સ્માર્ટફોન Motorola Edge 60 Fusion, Vivo T4 5G, Realme GT Neo 3, Nothing Phone 3A જેવા સ્માર્ટફોનને ટક્કર આપશે.
Realme 15T Specifications
સ્ક્રીન: આ Realme સ્માર્ટફોનમાં 6.57-ઇંચ ફુલ-એચડી પ્લસ રિઝોલ્યુશન 4R કમ્ફર્ટ પ્લસ AMOLED ડિસ્પ્લે છે જે 4000 nits સુધી પીક બ્રાઇટનેસ સપોર્ટ સાથે આવે છે.
ચિપસેટ: સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે Realme 15T 6nm ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 6400 પ્રોસેસરનો ઉપયોગ કરે છે.
ઓપરેટિંગ સિસ્ટમ: એન્ડ્રોઇડ 15 પર આધારિત આ નવીનતમ ફોન Realme UI 6 પર કામ કરે છે.
કેમેરા: ફોનના પાછળના ભાગમાં 50-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા સેન્સર છે, સાથે 2-મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા સેન્સર પણ છે. ફોનના આગળના ભાગમાં 50-મેગાપિક્સલનો કેમેરા સેન્સર પણ ઉપલબ્ધ હશે. આગળ અને પાછળ બંને કેમેરા 4K વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. આ ઉપરાંત ફોનમાં AI Edit Genie, AI Snap Mode અને AI Landscape જેવા AI ફીચર્સ મળે છે.
બેટરી: ફોનને જીવંત બનાવવા માટે 7000mAh બેટરી આપવામાં આવી છે, જે 60W SuperVOOC ચાર્જિંગ અને 10W રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કનેક્ટિવિટી: આ ફોનમાં સુરક્ષા માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. આ ઉપરાંત ફોનમાં 4G, 5G, બ્લૂટૂથ 5.3, વાઇ-ફાઇ, યુએસબી ટાઇપ-સી, જીપીએસ પોર્ટનો સમાવેશ થાય છે.

