Budget 2024 / આ ટેબથી બજેટ રજૂ કરી રહ્યા છે નાણામંત્રી નિર્મલા સીતારામણ, જાણો કેટલી છે તેની કિંમત
આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારનું પહેલું બજેટ 3.0 રજૂ કરી રહ્યા છે. નાણામંત્રી છેલ્લા ત્ર

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારનું પહેલું બજેટ 3.0 રજૂ કરી રહ્યા છે. નાણામંત્રી છેલ્લા ત્રણ વખતથી પેપરલેસ બજેટ રજૂ કરી રહ્યા છે. આ વખતે નિર્મલા સીતારમણ Apple iPad દ્વારા બજેટ 2024 રજૂ કરી રહ્યાછે.
Apple કંપનીનું 10th gen iPad મોડલ બે સ્ટોરેજ વિકલ્પોમાં ઉપલબ્ધ છે: 64 GB અને 256 GB સ્ટોરેજ. Appleની સત્તાવાર વેબસાઈટ અનુસાર, 64 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 34,900 રૂપિયા (Wi-Fi) છે અને Wi-Fi અને સેલ્યુલર વેરિઅન્ટની કિંમત 49,900 રૂપિયા છે. 256 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 49,900 રૂપિયા (Wi-Fi) છે અને Wi-Fi અને સેલ્યુલર વેરિઅન્ટની કિંમત 64,900 રૂપિયા છે.




