Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Modern performance bike launched at a price affordable to the middle class

Auto News : મધ્યમ વર્ગને પોસાય તેવા ભાવે લોન્ચ મોર્ડન પરફોર્મન્સવાળું બાઈક, જાણો કિંમત અને ફીચર્સ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Auto News : મધ્યમ વર્ગને પોસાય તેવા ભાવે લોન્ચ મોર્ડન પરફોર્મન્સવાળું બાઈક, જાણો કિંમત અને ફીચર્સ
સોર્સ : Google

જો તમે સ્ટાઇલિશ, શક્તિશાળી અને ક્લાસિક રેટ્રો બાઇકની રાહ જોઈ રહ્યા હતા, તો હવે તમારી રાહ પૂરી થઈ ગઈ છે. ટ્રાયમ્ફ મોટરસાયકલ્સે ભારતમાં તેની આઇકોનિક બાઇક થ્રુક્સટનને સંપૂર્ણપણે નવી સ્ટાઈલમાં રજૂ કરી છે. નવી થ્રુક્સટન 400 ક્લાસિક લુક અને મોર્ડન પરફોર્મન્સનો જબરદસ્ત કોમ્બો લઈને આવી છે. અહીં જાણો આ બાઈકના ફીચર્સ અને કિંમત વિશે...

App Store

થ્રક્સટન નામની વાપસી 

ટ્રાયમ્ફ થ્રક્સટન નામ હંમેશા કાફે રેસર સ્ટાઈલ અને કેન્દ્રિત રાઇડિંગ પોઝિશનનું પ્રતીક રહ્યું છે. હવે કંપનીએ તેને નવા જનરેશન માટે ફરીથી ડિઝાઇન કર્યું છે. આ વખતે બાઇક 398cc TR-સિરીઝ એન્જિન સાથે આવે છે, જે 42PS પાવર અને સેગમેન્ટમાં શ્રેષ્ઠ ટોપ-એન્ડ પર્ફોર્મન્સ આપે છે.

અદ્ભુત ડિઝાઇન

ટ્રાયમ્ફ થ્રક્સટન 400નો લુક એવો છે કે લોકો તેને જોઈને જ ખરીદવાનું મન થશે. તેમાં મસ્ક્યુલર અને સ્કલ્પ્ટેડ ફ્લૂલ ટાંકી મળે છે. આ સાથે જ તેમાં ક્લિપ-ઓન હેન્ડલબાર્સ અને કલર કોડેડ બુલેટ સીટ કાઉલ જોવા મળે છે. તેમાં અસલી કાફે રેસર લુક અને મોર્ડ ટચનું મિશ્રણ છે. આ ડિઝાઇનમાં ટ્રાયમ્ફની ઓળખ સ્પષ્ટપણે દેખાય છે.

પાવર અને ટેકનોલોજીનું અદ્દભૂત મિશ્રણ

ટ્રાયમ્ફ થ્રક્સટન 400 (Triumph Thruxton 400) ન માત્ર રેટ્રો લુક જ છે, પરંતુ આધુનિક ટેકનોલોજીથી પણ ભરપૂર છે. તેમાં સ્વિચેબલ ટ્રેક્શન કંટ્રોલ, ટોર્ક-સહાયક ક્લચ છે, જે ક્લચ ઓપરેશનને ખૂબ જ સરળ બનાવે છે. તેમાં રાઇડ-બાય-વાયર થ્રોટલ છે, જે દરેક વળાંક પર સંપૂર્ણ પ્રતિભાવ આપે છે. ખાસ ડિઝાઇન કરાયેલ સમર્પિત ચેસિસ તેને શ્રેષ્ઠ બનાવે છે. તેમાં અપડેટેડ સસ્પેન્શન સેટઅપ છે.

ઓછી સર્વિસ કોસ્ટ અને વધુ મજા

ટ્રાયમ્ફ થ્રક્સટન 400માં એક મોટી ખાસિયત છે. તે ક્લાસ-લીડિંગ સર્વિસ ઇન્ટરવલ આપે છે. આનો અર્થ એ છે કે તમને ઓછા ખર્ચે વધુ સવારી કરવાની તક મળશે. વધુમાં ટ્રાયમ્ફની બિલ્ડ ક્વોલિટી પહેલાથી જ ઈન્ડસ્ટ્રીમાં એક બેન્ચમાર્ક માનવામાં આવે છે.

કિંમત જાણીને તમને ખુશી થશે

ટ્રાયમ્ફ થ્રક્સટન 400ની કિંમત 2,74,137 રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. આનો અર્થ એ છે કે હવે તમે આ પ્રીમિયમ ઇન્ટરનેશનલ બ્રાન્ડ બાઇક ફક્ત 2.7 લાખ રૂપિયામાં ખરીદી શકો છો.

ટ્રાયમ્ફ થ્રક્સટન 400 (Triumph Thruxton 400) એ એક એવી બાઇક છે જે જૂના જમાનાના કાફે રેસર સ્ટાઇલને આધુનિક ટેકનોલોજી સાથે મિશ્રિત કરે છે. શાનદાર લુક, શક્તિશાળી પ્રદર્શન અને સસ્તો ભાવ તેને 2025ના સૌથી ખાસ લોન્ચમાંથી એક બનાવે છે.