Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : NITI Aayog recommends major changes gujarati news

Auto News : ઇલેક્ટ્રિક વાહનો ખરીદવામાં ચીન અને અમેરિકાથી કેટલું પાછળ છે ભારત? નીતિ આયોગે મોટા ફેરફારોની કરી ભલામણ 

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Auto News : ઇલેક્ટ્રિક વાહનો ખરીદવામાં ચીન અને અમેરિકાથી કેટલું પાછળ છે ભારત? નીતિ આયોગે મોટા ફેરફારોની કરી ભલામણ 
સોર્સ : Gstv news

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ઝડપથી વધારો થયો છે, પરંતુ આ ગતિ હજુ પણ ચીન, અમેરિકા અને ઘણા યુરોપિયન દેશો કરતા ઘણી ઓછી છે. વર્ષ 2024માં ભારતમાં કુલ વાહનોના વેચાણમાં ઇલેક્ટ્રિક વાહનોનો ફાળો ફક્ત 7.6 ટકા હતો, જે સરકારના લક્ષ્ય કરતાં ઘણો ઓછો છે, જેમાં 2030 સુધીમાં આ હિસ્સો 30 ટકા સુધી લઈ જવાનો છે. 

App Store

સરકારના થિંક ટેન્ક નીતિ આયોગના એક અહેવાલમાં આ વાત બહાર આવી છે. ભારતમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સના વેચાણમાં જોરદાર વધારો થયો હોવા છતાં, ઇલેક્ટ્રિક કાર, બસો અને મોટા વાહનો માટે આ ગતિ ખૂબ ઓછી છે. નીતિ આયોગ માને છે કે આ સેગમેન્ટમાં વેચાણ વધારવા માટે ભારતમાં રાષ્ટ્રીય EV નીતિની જરૂર છે.

રિપોર્ટમાં આપેલા સૂચનો

"ઇલેક્ટ્રિક  વ્હીકલ ઈન ઇન્ડિયા: અનલોકિંગ  USD 200 બિલિયન અપૉર્ચનિટી" નામના આ રિપોર્ટ દેશમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) ને પ્રોત્સાહન આપવા માટે એક રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં મુખ્ય પડકારો વિશે સમજાવવામાં આવ્યું છે અને 2030 સુધીમાં 30% EV વેચાણના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કડક પગલાં લેવાની વાત કહેવામાં આવી છે. રિપોર્ટમાં રોકાણો અને સુધારાના પણ સૂચનો આપવમાં આવ્યા છે જેથી  EV ગતિ વધારી શકાય.

ભારત EV અપનાવવામાં અન્ય દેશો કરતા પાછળ 

રિપોર્ટ મુજબ, ભારતનું EV વેચાણ 2016માં 50,000 યુનિટથી વધીને 2024માં 28 લાખ યુનિટ થયું છે. તેમજ વિશ્વભરમાં EV વેચાણ 2016માં 9.18 લાખ યુનિટથી વધીને 2024માં 1.878 કરોડ યુનિટ થયું છે. 2024માં ભારતના કુલ વાહન વેચાણમાં EVનો હિસ્સો ફક્ત 7.6 ટકા હતો, જે 2030 સુધીમાં નિર્ધારિત 30 ટકા લક્ષ્ય કરતા ઘણો ઓછો છે. આ 7.6 ટકા હિસ્સો મેળવવા માટે ભારતને લગભગ 10 વર્ષ લાગ્યા છે, પરંતુ આગામી 5 વર્ષમાં તેને 22 ટકાથી વધુ કરવો પડશે. રિપોર્ટ મુજબ, ભારત EV ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે, બસોમાં પણ થોડી પ્રગતિ થઈ છે, પરંતુ ઇલેક્ટ્રિક કારમાં ગતિ ધીમી છે અને લાંબા અંતરની ઇલેક્ટ્રિક ટ્રક લગભગ શરૂ થઈ નથી.

આગળનો રસ્તો

રિપોર્ટમાં પ્રોત્સાહનોથી આગળ વધીને ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે કડક નિયમોની ભલામણ કરવામાં આવી છે. તે 5 મુખ્ય શહેરોમાં બસો, પેરા-ટ્રાન્ઝિટ અને માલવાહક વાહનોના કાફલાને ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવાની યોજના સૂચવે છે જેથી તેની અસર સ્પષ્ટ રીતે જોઈ શકાય. તે ઇલેક્ટ્રિક બસો અને ટ્રકોના પ્રારંભિક ખર્ચને ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે એક સામાન્ય ભંડોળ બનાવવા અને 20 મુખ્ય માલવાહક રૂટ પર મજબૂત ચાર્જિંગ નેટવર્ક વિકસાવવાનું સૂચન કરે છે. તે ચાર્જિંગ અને ચુકવણીને સરળ બનાવવા માટે દેશભરમાં EV ચાર્જિંગ એપ્લિકેશન બનાવવાની પણ હાકલ કરે છે.