Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Meta's Hatch AI will compete with ChatGPT and Claude

VIDEO: Tech News / Metaનું Hatch AI આપશે ChatGPT અને Claudeને ટક્કર, સબ્સ્ક્રિપ્શન માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા!

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દરેક કંપની એઆઈ (AI) પર ફોકસ કરી રહી છે, Meta પણ છેલ્લા કેટલાક સમયથી AIમાં મોટું રોકાણ કરી રહી છે. કંપની Anthropic અને OpenAI જેવા જાણીતા પ્લેયર્સને ટક્કર આપવાની યોજના બનાવી રહી છે. માર્ક ઝુકરબર્ગની આ કંપની લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLMs)ની રેસમાં થોડી પાછળ રહી ગઈ છે, પરંતુ હવે કંપનીને લાગે છે કે એક એવું ક્ષેત્ર છે જ્યાં તે પ્રાઇસિંગ (કિંમત) બાબતે સ્પર્ધા કરી શકે છે. તાજેતરમાં સામે આવેલા  એક અહેવાલ મુજબ, મેટાનો એઆઈ એજન્ટ Hatch આવી રહ્યો છે, જે ઓપનએઆઈ અને એન્થ્રોપિકને કડી ટક્કર આપી શકે છે. જો કે, ઓફિશિયલ રિલીઝ સમયે હૅચનું નામ બદલાઈ પણ શકે છે.

App Store

એઆઈ એજન્ટ (AI Agent) એટલે શું?

મેટાનો પ્લાન શું છે તે જાણતા પહેલાં તમારે એ સમજવું પડશે કે AI Agent શું હોય છે? એઆઈ એજન્ટ તમારા વતી કામ કરી શકે છે. તમે એઆઈને કોઈ પ્રોજેક્ટનું કોડિંગ કરવાનું અથવા પ્રેઝન્ટેશનનો ડ્રાફ્ટ તૈયાર કરવાનું કહી શકો છો અને તમારી કમાન્ડ મળતાં જ એઆઈ એજન્ટ તમારા બધા કામ કરી દેશે.

Meta Hatch AI Subscription: ખર્ચવા પડી શકે છે આટલા પૈસા

અહેવાલોનું માનીએ તો, મેટા પ્રીમિયમ હૅચ વર્ઝન માટે દર મહિને $199.99 (આશરે ₹19,000) સુધી ચાર્જ કરી શકે છે. આ કિંમત સાથે આ એઆઈ એજન્ટ OpenAIના ChatGPT Pro અને Anthropicના Claude Maxને ટક્કર આપી શકે છે, જેની કિંમત પણ દર મહિને $200 છે. હાલમાં એ માહિતી નથી મળી કે તેને ભારતીય યુઝર્સ માટે લાવવામાં આવશે કે નહીં, અને જો લાવવામાં આવશે તો ભારતમાં તેનું સબ્સ્ક્રિપ્શન કઈ કિંમતે મળશે?

Hatch શું છે?

રિપોર્ટ્સ અનુસાર, હૅચ એ OpenClaw AI એજન્ટ ટૂલનું કન્ઝ્યુમર વર્ઝન છે. આ એક એવો એઆઈ એજન્ટ છે જે તમારા ડિવાઇસ પર અને તમારા માટે કામ કરી શકે છે. મેટાએ આ પ્રોડક્ટના પ્રાઇસિંગ પર ચર્ચા કરી છે જેમાં 'હૅચ પ્લસ' (પેઇડ સબ્સ્ક્રિપ્શન) સામેલ છે, જે ફ્રી વર્ઝનની સરખામણીમાં 5 થી 10 ગણી વધારે ડેઇલી કેપેસિટી (દૈનિક ક્ષમતા) આપશે.

મેટાનો AI એજન્ટ શું કામ કરશે?

રિપોર્ટ મુજબ, હૅચની મદદથી યુઝર્સ સોફ્ટવેર ટૂલ બનાવવા, કેલેન્ડર પર ઇવેન્ટ શેડ્યૂલ કરવા અને ઇમેઇલ મોકલવા જેવા કામ કરાવી શકશે. ખાસ નોંધનીય છે કે, અત્યારે હૅચનું ટેસ્ટિંગ એન્થ્રોપિકના 'ક્લોડ સોનેટ' મોડલ પર કરવામાં આવી રહ્યું છે, પરંતુ લોન્ચિંગ સમયે તે મેટાના પોતાના 'મ્યુઝ સ્પાર્ક' (Muse Spark) AI મોડલ પર ચાલે તેવી આશા છે.

મેટા હૅચ ક્યારે લોન્ચ થશે?

અહેવાલો દર્શાવે છે કે મેટાએ પહેલા એપ્રિલમાં યુએસ (US) લોન્ચિંગનો ટાર્ગેટ રાખ્યો હતો. જો કે, મે મહિનાની શરૂઆતના એક ઇન્ટરનલ મેમો (આંતરિક અહેવાલ) પરથી જાણવા મળે છે કે મેટા પહેલા લગભગ 10 કંપનીઓને હૅચનું એક્સેસ આપવા માંગે છે, જે બાદ જુલાઈમાં તેનું મોટું લોન્ચિંગ થશે. જો કે આ ટાઇમલાઇનમાં ફેરફાર થઈ શકે છે.