Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Know which E-Scooter is this, which will compete with Bajaj and TVS

Auto News: આ કંપનીએ લોન્ચ કર્યું E-Scooter, જાણો કિંમત અને અવનવા ફીચર્સ વિશે

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Auto News: આ કંપનીએ લોન્ચ કર્યું  E-Scooter, જાણો કિંમત અને અવનવા ફીચર્સ વિશે
સોર્સ : Google

ભારતીય બજારમાં એક એવું Electric Scooter લોન્ચ કર્યું છે, જેને તમે 9 વર્ષ અથવા 1 લાખ કિલોમીટર સુધી બિલકુલ ચિંતા વગર ચલાવી શકો છો. માત્ર એટલુ જ નહિ, પરંતુ આ સ્કૂટર Ola, TVS, Ather અને Bajajના ઇલેક્ટ્રિક સ્કૂટરોને કડક ટક્કર આપશે.

App Store

જાણો કઈ કંપનીનું છે આ E-Scooter

ભારતીય ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની Kinetic Greenએ બજારમાં પોતાનું નવું સ્કૂટર Kinetic DX લોન્ચ કર્યું છે. આ સ્કૂટર  DX અને DX+ એમ 2 વેરિઅન્ટમાં જોવા મળશે. આ સ્કૂટર Bajaj Chetak Electric, TVS iQube, Honda Activa e, Ather Rizta, Ola S1 Pro અને Vida VX2 જેવા ઇલેક્ટ્રિક સ્કૂટરો સાથે સ્પર્ધા કરી શકે છે. શરૂઆતમાં સ્કૂટર પર 3 વર્ષ અથવા 30,000 કિમી સુધીની વોરંટી મળે છે, જેને વધારીને 9 વર્ષ અથવા 1 લાખ કિમી સુધી લંબાવી શકાય છે.

આ સ્કૂટરનું નામ DX અગાઉ 1984માં લૉન્ચ કરાયું હતું અને તેની વેચાણ 2007 સુધી ચાલી હતી. આ પહેલાં કંપનીએ ‘Luna’ સ્કૂટરને પણ ઇલેક્ટ્રિક અવતારમાં લૉન્ચ કર્યું હતું. પ્રથમ DX મોડેલ Honda સાથેના જોડાણ હેઠળ લૉન્ચ કરાયું હતું અને તે 98ccના 2-સ્ટ્રોક એર-કૂલ એન્જિન સાથે આવતો હતો. હાલ લૉન્ચ કરાયેલું DXનું આ મોડેલ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક છે.

શું છે આ Scooterની કિંમત?

આ Kinetic DXની કિંમત ₹1.12 લાખથી શરૂ થઈને ₹1.18 લાખ સુધીની છે. એટલે કે સામાન્ય બાઈક કે સ્કૂટર જેટલી છે. જેથી આ સ્કૂટરની ખરીદીમાં કોઈ સંકોચ અનુભવાતો નથી. હાલ આ સ્કૂટર બ્લેક, બ્લુ, સિલ્વર, વ્હાઇટ અને રેડ એમ 5 રંગોમાં માર્કેટમાં ઉપલબ્ધ છે.

કેવી રીતે કરાવવું બુકિંગ?

સ્કૂટર માટે બુકિંગ 28 જુલાઈથી શરૂ થઈ ગયું છે. અને સારી વાત એ છે કે,  માત્ર ₹1000 ટોકન આપી આ સ્કૂટરનું બુકિંગ કરાવી શકાય છે. આ એડવાન્સ બુકિંગ હોવાથી સ્કૂટર હાલ ઉપલબ્ધ થશે નહિ. તમારૂ બુક કરાવેલું સ્કૂટર ઓક્ટોબરમાં ઉપલબ્ધ થશે. આ લિમિટેડ મોડલ હોવાથી કંપની માત્ર 40,000 યુનિટ્સ જ બનાવશે એટલે પસંદગીના લોકો જ આની ખરીદી કરી શકશે. 

જાણો સ્કૂટરની પરફોર્મન્સ અને રેન્જ

આ  E-Scooter 4.8 કિલો વોટ હબ-માઉન્ટેડ BLDC મોટર ધરાવે છે.
અને 2.6kWh LFP બેટરી ધરાવે છે.
E-Scooterને એકવાર ચાર્જ કરતાં 116 કિમીની રેન્જ સુધી ચાલે છે. અને 90 કિમી પ્રતિકલાક તેની ટોપ સ્પીડ છે.
આ E-Scooterમાં રેન્જ, પાવર અને ટર્બો એમ 3 રાઈડ મોડ આવેલા છે.
સાથે જ આ E-Scooterમાં પાર્કિંગ આસિસ્ટ માટે રિવર્સ મોડ પણ આપવામાં આવેલ છે.

શું છે ફીચર્સ?

ફીચર્સની વાત કરીએ તો Kinetic DXમાં ક્રૂઝ કંટ્રોલ, 8.8 ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે ઈન બુઈલ્ડ સ્પીકર, કી-લેસ સિસ્ટમ, હિલ હોઈલ્ડ અસિસ્ટ અને અન્ય ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. આ  E-Scooterમાં એક અનોખું ‘Easy Charge System’ પણ આપવામાં આવ્યું છે, જેનાં કારણે ચાર્જર સ્કૂટરની બોડીમાં જ એડજસ્ટ થઈ જાય છે અને વધારાની સુવિધા મળે છે.