Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : iPhone 17 Pro price leaked before launch

લૉન્ચ પહેલા જ લીક થઇ iPhone 17 Proની કિંમત! જાણો ભારતમાં કેટલા રૂપિયામાં મળશે

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2025
લાઇવ ટીવીGoogle News
લૉન્ચ પહેલા જ લીક થઇ iPhone 17 Proની કિંમત! જાણો ભારતમાં કેટલા રૂપિયામાં મળશે
સોર્સ : GSTV

iPhone 17 સિરીઝના લૉન્ચ પહેલા જ તેની કિંમતો ઇન્ટરનેટ પર લીક થઇ ગઇ છે.આ વખતે Apple ચાર નવા મૉડલ્સ લાવવા જઇ રહ્યું છે જેમાં iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro અને iPhone 17 Pro Max સામેલ છે.ખાસ વાત આ છે કે આ વર્ષે Plus મોડલની જગ્યાએ નવું "Air" મોડલ સામેલ કરવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે આ ફોનનું પ્રોડક્શન ભારતમાં શરૂ પણ થઇ ચુક્યુ છે.

App Store

iPhone 17 લૉન્ચ પહેલા જ કિંમત લીક થઇ

X પર કેટલીક પોસ્ટ અને મીડિયા રિપોર્ટસ અનુસાર,  iPhone 17 Proની શરૂઆતની કિંમત ભારતમાં 1,45,000 રૂપિયા હોઇ શકે છે અને આ 256GB, 512GB અને 1TB વેરિએન્ટ્સમાં મળશે.બીજી તરફ iPhone 17 Pro Maxની કિંમત 1,60,000 રૂપિયાથી શરૂ થઇ શકે છે. બેસ મોડલ iPhone 17 માટે 79,900 રૂપિયાની શરૂઆતની કિંમત સામે આવી છે જ્યારે નવું  Air મોડલ 95,000 રૂપિયાની નજીક લોન્ચ થઇ શકે છે.

iPhone 17 Proની કેટલીક ખાસ ડિઝાઇન ડિટેલ્સ પણ સામે આવી છે. આ મોડલ Black, Dark Blue, Orange, Silver, Purple અને Steel Gray રંગમાં મળશે, જેમાં પ્રથમ વખત નવું ટ્રિપલ-કેમેરા સેટઅપ જોવા મળશે જે હવે એક મોટા રેક્ટેંગલ મોડ્યૂલમાં હશે જેમાં LED ફ્લેશ, LiDar સેન્સર અને માઇક્રોફોનને પણ સાઇડમાં સામેલ કરવામાં આવ્યું છે. આ બદલાવ iPhone 11 Pro બાદ પ્રથમ વખત થયો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, iPhone 17 સિરીઝને 8થી 12 સપ્ટેમ્બર વચ્ચે લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. Appleનું નવું A19 Pro ચિપસેટ, OLED ડિસપ્લે, મોટું બેટરી પેક અને 12GB સુધીની રેમ મળી શકે છે.iPhone 17 Air મોડલ ખાસ કરીને લોકોનું ધ્યાન ખેચશે કારણ કે આ અત્યાર સુધીનો સૌથી પાતળો iPhone હશે.

આ મોડલમાં ના તો ફિઝિકલ સિમ સ્લોટ હશે અને ના તો ચાર્જિંગ પોર્ટ. આ પુરી રીતે eSIM અને વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે.iPhone 17 સિરીઝ એક વખત ફરીથી  Appleને પ્રીમિયમ સ્માર્ટફોન કેટેગરીમાં મજબૂત બનવા જઇ રહ્યું છે અને તેના ફીચર્સ અને કિંમત તેને ચર્ચામાં લાવ્યા છે.

Appleની નવી સિરીઝ Samsung Galaxy S25ને ટક્કર આપશે

Appleની નવી સિરીઝ Samsung Galaxy S25ને ટક્કર આપશે.Samsung Galaxy S25 Ultraમાં કેટલાક આધુનિક ફીચર્સ જોવા મળી જાય છે. મહત્ત્વપૂર્ણ છે કે કંપનીએ આ મોડલમાં 6.9 ઇંચની Quad HD+ 2x Dynamic AMOLED ડિસપ્લે આપી છે. આ ડિસપ્લે 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ સિવાય આ મોડલ પણ Qualcomm Snapdragon 8 Elite SoC પર આધારિત પ્રોસેસરથી લેસ છે.