Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Instagram, Facebook and WhatsApp users pay attention, Meta will introduce subscription plans

ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપના યુઝર્સ ધ્યાન આપે, મેટા રજૂ કરશે સબસ્ક્રિપ્શન પ્લાન

Timeછેલ્લું અપડેટ : 27 Jan 2026
લાઇવ ટીવીGoogle News
ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપના યુઝર્સ ધ્યાન આપે, મેટા રજૂ કરશે સબસ્ક્રિપ્શન પ્લાન
સોર્સ : GSTV

મેટા દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે તેઓ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન મોડલને ટેસ્ટ કરવા માટે જઈ રહ્યાં છે. આ ટેસ્ટ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ પર કરવામાં આવશે. મેટા હવે તેની પેઇડ ડિજિટલ સર્વિસને વધારવા માગે છે. ઇલોન મસ્કના Xના સબસ્ક્રિપ્શન પ્લાન બાદ હવે મેટા પણ એના રસ્તે ચાલી રહી છે. આ નવા સબસ્ક્રિપ્શન પ્લાનમાં હવે એડવાન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ અને ક્રિએટિવ ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવશે.

App Store

ક્રિએટિવિટી માટે સબસ્ક્રિપ્શન પ્લાન

યુઝર્સના એક્સપિરિયન્સને વધુ સારા બનાવવા અને તેઓ કેવી રીતે ક્રિએટિવિટીનો ઉપયોગ કરી શકે એને ધ્યાનમાં રાખીને મેટા દ્વારા સબસ્ક્રિપ્શન પ્લાન રજૂ કરવામાં આવશે. એમાં સૌથી મોટું ફીચર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું હશે. મેટા દ્વારા 2025ના ડિસેમ્બરમાં સિંગાપોર બેઝ જનરલ AI કંપની માનુષને 16,600 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. આ કંપનીના AI એજન્ટને હવે મેટાની તમામ પ્રોડક્ટમાં સમાવેશ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.