Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Instagram cleanup campaign; Millions of fake followers found on accounts of celebrities including Virat Kohli, Cristiano Ronaldo!

Virat Kohli, Cristiano Ronaldo સહિત સેલિબ્રિટીઝના એકાઉન્ટ્સમાં લાખો ફોલોઅર્સ નકલી! Instagramએ શરૂ કર્યું 'સફાઈ અભિયાન'

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
Virat Kohli, Cristiano Ronaldo સહિત સેલિબ્રિટીઝના એકાઉન્ટ્સમાં લાખો ફોલોઅર્સ નકલી! Instagramએ શરૂ કર્યું 'સફાઈ અભિયાન'
સોર્સ : GSTV

Instagram Purge 2026 : આજના સમયમાં સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિ કેટલી લોકપ્રિય છે, તેનો અંદાજ તેના ફોલોઅર્સની સંખ્યા પરથી લગાવવામાં આવે છે. વિરાટ કોહલી, પ્રિયંકા ચોપરા અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવા દિગ્ગજો હવે માત્ર રમત કે સિનેમાના સિતારા નથી રહ્યા, પરંતુ એક વૈશ્વિક બ્રાન્ડ બની ગયા છે. તેમની એક પોસ્ટ કરોડો લોકો સુધી પહોંચે છે અને તેના બદલામાં તેઓ મોટી રકમ વસૂલે છે. પરંતુ, શું આ કરોડો ફોલોઅર્સ ખરેખર સાચા છે? તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ દ્વારા લેવામાં આવેલા કડક પગલાંએ આ પ્રશ્ન પર ફરી ચર્ચા જગાવી છે.

App Store

નકલી આઈડી અને બોટ્સનો સફાયો થયો

સોશિયલ મીડિયાના ઈતિહાસમાં મે 2026 ની શરૂઆત એક મોટા ભૂકંપ સમાન રહી છે, જેને નેટિઝન્સ ‘ગ્રેટ પર્જ ઓફ 2026’ (Great Purge of 2026) તરીકે ઓળખાવી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા (Meta) દ્વારા ફેક એકાઉન્ટ્સ, બોટ્સ અને નિષ્ક્રિય પ્રોફાઈલ્સ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈન્સ્ટાગ્રામ પરથી નકલી એકાઉન્ટ્સ અને 'બોટ્સ' (ઓટોમેટેડ પ્રોગ્રામ્સ) ને દૂર કરવાનું શરૂ કરતા જ દુનિયાભરના મોટા સેલિબ્રિટીઝના ફોલોઅર્સના આંકડામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ પ્રક્રિયામાં જાણવા મળ્યું કે ઘણા સેલિબ્રિટીઝના એકાઉન્ટ્સમાં લાખો ફોલોઅર્સ નકલી હતા.

કોણે કેટલા ફોલોઅર્સ ગુમાવ્યા? 

છેલ્લા 2 દિવસમાં કઈ સેલિબ્રિટીએ કેટલા ફોલોઅર્સ ગુમાવ્યા એના આંકડા જોઈએ.

માત્ર આ બે જ નહીં, પરંતુ પ્રિયંકા ચોપરા અને કાઈલી જેનર જેવી હસ્તીઓના ફોલોઅર્સમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

કાઈલી જેનરને લાગ્યો ઝટકો

રિપોર્ટ્સ અનુસાર, આ 'એકાઉન્ટ ક્લીનઅપ'ની અસર અમેરિકન રિયાલિટી ટીવી સ્ટાર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કાઈલી જેનર સહિત અનેક હાઈ-પ્રોફાઈલ યુઝર્સ પર પડી છે. કાઈલી જેનરના ફોલોઅર્સની સંખ્યામાં ૧.૪ કરોડ સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. 

ખરીદેલા ફોલોઅર્સનું કૌભાંડ

વર્ષ 2019 માં લંડનની 'ઈન્સ્ટિટ્યૂટ ઓફ કન્ટેમ્પરરી મ્યુઝિક પર્ફોર્મન્સ' ના એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ તપાસ મુજબ, વિશ્વના ઘણા પ્રખ્યાત લોકોએ પોતાનો પ્રભાવ વધારવા માટે પૈસા આપીને ફોલોઅર્સ ખરીદ્યા હતા. હોલીવુડની જાણીતી હોસ્ટ એલેન ડીજેનેરેસ આ યાદીમાં મોખરે હતી, જેના લગભગ 58% ફોલોઅર્સ નકલી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે પ્રિયંકા ચોપરાને સમન્સ પાઠવ્યું 

ભારતમાં પણ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી હતી. લગભગ ચાર વર્ષ પહેલાં મુંબઈ પોલીસે નકલી ફોલોઅર્સના કૌભાંડમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરાને સમન્સ પાઠવ્યું હતું. જોકે, મોટાભાગના સેલિબ્રિટીઝ આ વિષય પર મૌન સેવવાનું જ પસંદ કરે છે.

સોશિયલ મીડિયા પરની ભ્રામક લોકપ્રિયતા

સોશિયલ મીડિયા પર દેખાતી લોકપ્રિયતા હંમેશાં વાસ્તવિક હોતી નથી. બ્રાન્ડ વેલ્યુ વધારવા અને ડિજિટલ દુનિયામાં ‘મોટા’ દેખાવા માટે ઘણીવાર નકલી રસ્તાઓ અપનાવવામાં આવે છે. ઈન્સ્ટાગ્રામની આ સફાઈ ઝુંબેશ એ વાતનો પુરાવો છે કે આખરે તો 'ઓર્ગેનિક' એટલે કે સાચા ફેન્સની જ કિંમત હોય છે.