Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : If you are also thinking of getting induction, find out which will last longer, copper or aluminum!

VIDEO: Tech/ જો તમે પણ ઈન્ડક્શન લોવાનું વિચારતા હોવ, તો જાણો કોપર કે એલ્યુમિનિયમ કયા વધુ ચાલશે!

Timeછેલ્લું અપડેટ : 24 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

LPG સિલિન્ડરની અછતના સમાચાર વચ્ચે મોટી સંખ્યામાં લોકો ઇન્ડક્શન ચૂલા ખરીદી રહ્યા છે. જો તમે પણ ઇન્ડક્શન ચૂલો ખરીદવાનું વિચારી રહ્યા છો, તો બજારમાં તમને કોપર (તાંબુ) અને એલ્યુમિનિયમ કોઇલવાળા બે વિકલ્પો મળશે. ખરીદી કરતી વખતે લોકો અવારનવાર આ બે પ્રકારના ચૂલા વચ્ચે મૂંઝવણ અનુભવે છે. સામાન્ય રીતે એલ્યુમિનિયમ કોઇલવાળો ચૂલો કોપર કોઇલવાળા ચૂલા કરતા સસ્તો હોય છે. આવી સ્થિતિમાં, લોકો તફાવત સમજ્યા વિના ખોટો ચૂલો ખરીદી લે છે. તેથી, બંનેના ફાયદા અને ગેરફાયદા જાણવા જરૂરી છે જેથી તમારો ચૂલો લાંબો સમય ચાલે અને વીજળીની પણ બચત થાય.

App Store

એલ્યુમિનિયમ કોઇલવાળા ઇન્ડક્શનના ફાયદા

કિંમતમાં સસ્તો: આ પ્રકારના ઇન્ડક્શનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે સસ્તા હોય છે. જે લોકોનું બજેટ ઓછું છે તેઓ તેને ખરીદી શકે છે.

વજનમાં હલકું: કોપરની સરખામણીમાં એલ્યુમિનિયમ હલકી ધાતુ છે, તેથી આ ઇન્ડક્શન પણ વજનમાં હલકા હોય છે. જે લોકો મુસાફરીમાં ચૂલો સાથે રાખવા માંગતા હોય તેમના માટે આ સારો વિકલ્પ છે.

સરળ ઉપલબ્ધતા: લોકલ અને સસ્તી બ્રાન્ડ્સ આ કોઇલનો ઉપયોગ કરતી હોવાથી તે બજારમાં સરળતાથી મળી રહે છે.

એલ્યુમિનિયમ કોઇલવાળા ઇન્ડક્શનના ગેરફાયદા

વીજળીનો વધુ વપરાશ: એલ્યુમિનિયમ વીજળીનું એટલું સારું વાહક નથી, તેથી તે વાસણને ગરમ કરવામાં વધુ સમય લે છે અને વીજળીનો વપરાશ વધારે છે.

ટૂંકું આયુષ્ય: એલ્યુમિનિયમ નરમ ધાતુ છે. વધુ ગરમ થવા પર તે પીગળવાનું કે શોર્ટ સર્કિટ થવાનું જોખમ રહે છે, જેના કારણે તેનું આયુષ્ય ઓછું હોય છે.

અસમાન ગરમી: ઘણીવાર તે વાસણને બધી બાજુથી સરખી રીતે ગરમ કરી શકતું નથી, જેને કારણે રસોઈ બનાવવામાં વધુ સમય લાગે છે.

કોપર (તાંબાની) કોઇલવાળા ઇન્ડક્શનના ફાયદા

ઝડપી રસોઈ અને વીજળીની બચત: કોપર વીજળીનું ઉત્તમ વાહક છે, તેથી તે ઝડપથી ગરમ થાય છે. રસોઈ જલ્દી બની જવાથી વીજળીની પણ બચત થાય છે.

સમાન હીટિંગ: આ ચૂલો વાસણને દરેક બાજુથી એકસરખી ગરમી આપે છે. તેમાં એવી સમસ્યા નથી આવતી કે વાસણ વચ્ચેથી ગરમ થાય અને કિનારીઓથી ઠંડું રહે.

મજબૂતી અને ટકાઉપણું: કોપર એલ્યુમિનિયમ કરતા વધુ ગરમી સહન કરી શકે છે. તે મજબૂત ધાતુ હોવાથી પીગળવા કે શોર્ટ સર્કિટની સમસ્યા ઓછી રહે છે અને તે વર્ષો સુધી ચાલે છે.

કોપર કોઇલવાળા ઇન્ડક્શનના ગેરફાયદા

વધારે કિંમત: કોપરની કિંમત એલ્યુમિનિયમ કરતા વધુ હોય છે અને લાંબા આયુષ્યને કારણે જાણીતી બ્રાન્ડ્સ તેનો જ ઉપયોગ કરે છે, તેથી આ ચૂલા મોંઘા હોય છે.

વધારે વજન: કોપરને કારણે ઇન્ડક્શન ચૂલો વજનમાં ભારે થઈ જાય છે, જેના લીધે તેને વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો મુશ્કેલ બની શકે છે.