જન્માષ્ટમીના તહેવાર પર WhatsApp દ્વારા પ્રિયજનોને મોકલો કૃષ્ણના સ્ટીકર અને GIF, ફોલો કરો આ સ્ટેપ્સ
આજે ભારતમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીના આ તહેવાર પર, તમે WhatsAp

આજે ભારતમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીના આ તહેવાર પર, તમે WhatsApp દ્વારા તમારા પ્રિયજનોને GIF અને સ્ટીકર મોકલી શકો છો. જો તમે વિચારી રહ્યા છો કે તમારે કૃષ્ણના સ્ટીકર અને GIF માટે અલગથી એપ ઈન્સ્ટોલ કરવી પડશે, તો અમે તમને જણાવી દઈએ કે, આવું કરવાની કોઈ જરૂર નથી. તમે ફોનમાં નવી એપ ઈન્સ્ટોલ કર્યા વિના પણ કૃષ્ણના સ્ટીકર અને GIF મોકલી શકો છો. Meta એ WhatsApp યુઝર્સ માટે GIF અને સ્ટીકર રજૂ કર્યા છે, જેનો ઉપયોગ કરી શકાય છે.
WhatsApp દ્વારા કૃષ્ણ જન્માષ્ટમીના સ્ટીકર મોકલો
- સૌથી પહેલા તમારા ફોનમાં WhatsApp ઓપન કરો.
- હવે તમારા મિત્ર કે સંબંધીની ચેટ ઓપન કરો.
- અહીં સ્માઈલી ઈમોજી પર ક્લિક કરો.
- હવે તેમાં સ્ટીકર ઓપ્શના પર ટેપ કરો.
- આ ઓપ્શનમાં સર્ચ આઈકોન પર ટેપ કરો.
- હવે Find Stickers પર Krishna ટાઈપ કરો.
- સ્ક્રીન પર કૃષ્ણના ઘણા સ્ટીકરો જોવા મળશે.
- તમે તમારી પસંદગીના સ્ટીકર પર ટેપ કરીને તેને મોકલી શકો છો.
WhatsApp દ્વારા કૃષ્ણ જન્માષ્ટમીની GIF મોકલો
- સૌથી પહેલા તમારા ફોનમાં WhatsApp ઓપન કરો.
- હવે તમારા મિત્ર કે સંબંધીની ચેટ ઓપન કરો.
- અહીં સ્માઈલી ઈમોજી પર ક્લિક કરો.
- હવે GIFના ઓપ્શન પર ટેપ કરો.
- હવે સર્ચ આઈકોન પર ટેપ કરો.
- Find GIFs પર Krishna ટાઈપ કરો.
- તમારી સ્ક્રીન પર કૃષ્ણની ઘણી બધી GIF જોવા મળશે.
- તમે તમારી પસંદગીના GIF પર ટેપ કરીને તેને મોકલી શકો છો.




