Tech News: શું ભારતમાં iPhone મોંઘા થશે? ટ્રમ્પના 50% ટેરિફ બાદ Appleની કેવી છે તૈયારી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર લાદવામાં આવેલા 25 ટકાના ટેરિફને વધારીને 50 ટકા કર્યો છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું આ ટેરિફથી ભારતમાં વેચાતા આઇફોનના ભાવમાં વધારો થશે. અહીં જાણો આ વિશે વિગતવાર
શું અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આ વધેલા ટેરિફને કારણે આઇફોનના ભાવમાં ફેરફાર થશે? તમને જણાવી દઈએ કે ભારતમાંથી અમેરિકામાં નિકાસ કરવામાં આવતા માલ પર 50 ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવી છે, જે 21 દિવસ પછી અમલમાં આવશે.
જો અમેરિકા આયાત કરે છે, તો ટેક્સ લાદવામાં આવશે
એનો ભારતમાં ઉત્પાદિત થઈ રહેલા આઇફોન જ્યારે અમેરિકા આયાત કરશે, ત્યારે તેના દરો ત્યાં વધી શકે છે. જોકે, આની એપલના ઉત્પાદનો પર કોઈ મોટી અસર થવાની નથી. અહીં જાણો આ પાછળનું કારણ.
Appleના મુખ્ય ઉત્પાદનોને અત્યારે મળી રહી છુટ
વ્હાઇટ હાઉસના અધિકારીના જણાવ્યા મુજબ, એપલના મુખ્ય ઉત્પાદનો જેમ કે આઇફોન, આઈપેડ અને મેકબુક વગેરેને આ વધેલા ટેરિફમાંથી મુક્તિ મળી શકે છે.
Appleના સીઈઓ CEO Tim COOKને મળ્યા
બુધવારે જ્યારે ટેરિફ સંબંધિત સમાચાર બહાર આવ્યા ત્યારે એપલના સીઈઓ ટિમ કુક વ્હાઇટ હાઉસમાં જોવા મળ્યા હતા. કુકે બપોરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા અને અમેરિકામાં એપલના ઉત્પાદન રોકાણમાં $100 બિલિયનનો વધારો કરવાની જાહેરાત કરી. આ અગાઉ જાહેર કરાયેલ $500 બિલિયન કરતાં વધું છે.
એપલ ડિવાઇસ માટે ખાસ ટેરિફ હશે
અહેવાલો અનુસાર, એપલ ડિવાઇસને ખાસ ટેરિફ ફ્રેમવર્ક હેઠળ લાવી શકાય છે, જેની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે. આનો સીધો અર્થ એ છે કે હવે આઇફોન ટ્રમ્પના વધેલા ટેક્સના દાયરામાં આવતા નથી.
iPhone 17 સિરીઝ આવી રહી છે
એપલ સપ્ટેમ્બરમાં તેની લેટેસ્ટ iPhone 17 સિરીઝનું અનાવરણ કરવા જઈ રહ્યું છે. તાજેતરના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro અને iPhone 17 Pro Max 9 સપ્ટેમ્બર 2025ના રોજ લોન્ચ થઈ શકે છે. જોકે, અત્યાર સુધી કંપનીએ આ લોન્ચ તારીખ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

