Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : If your phone gets wet in the rain, adopt this method! It will be very useful

Tech News:  વરસાદમાં Phone ભીનો થતાં અપનાવો આ પદ્ધતિ! જે બનશે ખૂબ ઉપયાગી

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Tech News:  વરસાદમાં Phone ભીનો થતાં અપનાવો આ પદ્ધતિ! જે બનશે ખૂબ ઉપયાગી
સોર્સ : GSTV

વરસાદની ઋતુમાં સ્માર્ટફોન ભીના થવા એ ખૂબ જ સામાન્ય બાબત છે. ક્યારેક બાથરૂમમાં પાણીમાં પડી જવાથી. પરંતુ ગભરાવાની જરૂર નથી.ઝડપથી અને યોગ્ય રીતે પગલાં લેવાથી તમે તમારા ફોનને બચાવી શકો છો. જો તમારો ફોન ભીનો થઈ જાય તો તમારે શું કરવું જોઈએ તે વિશે આજે આપણો જાણીશું.

App Store

જો પાણીમાં પલળવાથી ફોન ભીનો થાય તો શું કરવું? 

તમારો ફોન ક્યારેક કોઈ કારણોસર પાણીમાં પલળી જાય તો ગભરાવું નહિ. નીચે બતાવેલી પદ્ધતીઓથી તમારો ફોન ફરી સાજો થઈ શકે છે.

ફોન બંધ કરી દેવો

જો તમારો ફોન ભીનો થઈ જાય તો, સૌથી પહેલા તમારા ફોનનો તાત્કાલિક બંધ કરી દો. ફોન હજુ પણ કામ કરી રહ્યો છે કે નહીં તે તપાસવાનો પ્રયાસ ન કરવો, નહીં તો શોર્ટ સર્કિટ થઈ શકે છે અને કાયમી રીતે તમારા ફોનમાં નુકસાન થઈ શકે છે. જો ફોન ચાલુ હોય, તો પાવર બટન દબાવી રાખો જ્યાં સુધી તે સંપૂર્ણપણે બંધ ન થાય.

ફોનમાંથી જે ભાગો ફોલ્ડેબલ હોય તેવા દૂર કરી દો

હવે તમારા ફોનમાંથી દૂર કરી શકાય તેવા ભાગોને દૂર કર. આવા ભાગોમાં સિમ કાર્ડ, માઇક્રોએસડી કાર્ડનો સમાવેશ થાય છે અને જો બેટરી દૂર કરી શકાય તેવી હોય, તો તેને પણ દૂર કરો. આ હવાનું પરિભ્રમણ સુનિશ્ચિત કરે છે અને શોર્ટ સર્કિટનું જોખમ ઘટાડે છે. જો ફોનમાં કવર હોય, તો તેને પણ દૂર કરો.

ફોનને સૂકવો

ત્યારબાદ, હવે ફોનની બહારની સપાટીને હળવા હાથે સૂકવો. ફોનમાંથી પાણી સાફ કરવા માટે સ્વચ્છ કાપડ અથવા ટીશ્યુ પેપર ઉપયોગ કરો. તમારા ફોનને સારી રીતે સાફ કરો પરંતુ ફોનને વધુ હલાવવાનું ટાળો કારણ કે આ પાણીને વધુ ફેલાવી શકે છે. હેર ડ્રાયર, ઓવન કે માઇક્રોવેવનો બિલકુલ ઉપયોગ કરશો નહીં. આ આંતરિક ભાગોને નુકસાન પહોંચાડી શકે છે.

ચોખાની બરણીમાં રાખવાના ઉપાયને ટાળો 

ફોનને અંદરથી સુકવવું એ સૌથી મહત્વપૂર્ણ પગલું છે. લોકપ્રિય 'ચોખાની યુક્તિ' ઘણી વાર સાંભળવામાં આવે છે, પરંતુ તે વધુ અસરકારક નથી. ચોખા થોડો ભેજ શોષી શકે છે પરંતુ જો તેનો સ્ટાર્ચ પોર્ટમાં જાય, તો તે તમારા ફોનને નુકસાન પહોંચાડી શકે છે. સિલિકા જેલ પેકેટ્સ એક સારો વિકલ્પ છે. આ નાના પેકેટ્સ, જે ઘણીવાર નવા જૂતા અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે આવે છે, તે ભેજને ખેંચવા માટે બનાવવામાં આવેલા હોય છે. તમારા ફોનને સિલિકા પેકેટ્સ સાથે એર ટાઈટ કન્ટેનર અથવા ઝિપલોક બેગમાં મૂકો.

ફોનને 48થી 72 કલાક માટે છોડી દો

ફોનને ઓછામાં ઓછા 48થી 72 કલાક માટે સૂકાવા દો. અહીં, ધીરજ સૌથી મહત્વપૂર્ણ છે. જો તમે તેને ઝડપથી ચાલુ કરવાનો પ્રયાસ કરશો, તો કાયમી નુકસાનનું જોખમ વધી શકે છે. આ સમય દરમિયાન તેને વારંવાર તપાસવાનો પ્રયાસ કરશો નહીં.

ફોન ચાલુ કરો

લાંબા સમય સુધી સૂકાયા પછી ફોન ચાલુ કરવાનો પ્રયાસ કરો. જો તે ચાલુ ન થાય, તો તેને થોડા સમય માટે ચાર્જર સાથે કનેક્ટ કરો. જો તે હજુ પણ ચાલુ ન થાય અથવા કોઈ અલગ રીતે ખામી દેખાય.(જેમ કે સ્ક્રીન ફ્લિકરિંગ અથવા અવાજની સમસ્યાઓ), તો કોઈ ફોન રિપેરિંગના સ્ટોરની મદદ લો. જ્યાં ફોનને સંપૂર્ણપણે સૂકાવા અને ક્ષતિગ્રસ્ત ભાગો તપાસવા માટે ખાસ સાધનોનો ઉપયોગ કરી શકાય છે.

આ ઉપરાંત હંમેશા તમારા ફોનને પાણીથી બને ત્યાં સુધી બચાવીને રાખો, જો વરસાદ ચાલુ હોય તો પહેલા તમારા ફોન અથવા ઈલેક્ટ્રિક સાધનો માટે પ્રોટેક્શનનો ઉપાય શોધો. જેથી કોઈ મોટું નુકસાન થતાં ટાળી શકાય.