Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Flying Bike launched

Auto News : ન પેટ્રોલની ચિંતા... ન ટ્રાફિક જામની તકલીફ! હવામાં ઉડતી Flying Bike લોન્ચ

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Auto News : ન પેટ્રોલની ચિંતા... ન ટ્રાફિક જામની તકલીફ! હવામાં ઉડતી Flying Bike લોન્ચ

ચીન દ્વારા ફ્લાઇંગ કાર બાદ હવે ફ્લાઇંગ બાઇક બનાવવામાં આવી છે. ક્વીકવ્હીલ દ્વારા બનાવવામાં આવેલી સ્કાઇરાઇડર X6 એક હાઇબ્રિડ ફ્લાઇંગ બાઇક છે. આ બાઇક જમીન પર ચાલી શકે છે અને હવામાં ઊડી પણ શકે છે. આથી ભવિષ્યમાં પર્સનલ ટ્રાન્સપોર્ટેશન કેવું હશે એની ઝલક હવે જોવા મળી ગઈ છે. ફ્લાઇંગ કાર અને ફ્લાઇંગ ટેક્સી પર ઘણી કંપનીઓ ઘણાં સમયથી કામ કરી રહી હતી. જોકે આ પહેલી ફ્લાઇંગ બાઇક છે.

App Store

ડિઝાઇન અને ફીચર્સ

સ્કાઇરાઇડર X6માં ત્રણ વ્હીલ આવેલા છે. જમીન પર ચાલી શકતું અને હવામાં ઊડી શકતું આ બાઇકમાં બે મોડ આપેલા છે:

ગ્રાઉન્ડ મોડ: આ બાઇક જ્યારે જમીન પર ચલાવવામાં આવે ત્યારે એની મહત્તમ સ્પીડ 70 કિલોમીટર પ્રતિ કલાક છે અને એ 200 કિલોમીટરની માઇલેજ આપશે.

ફ્લાઇટ મોડ: આ બાઇક જ્યારે હવામાં ઉડાવવામાં આવશે ત્યારે એની મહત્તમ સ્પીડ 72 કિલોમીટર પ્રતિ કલાક હશે. તેમ જ આ ઇલેક્ટ્રિક બાઇક હોવાથી ફક્ત 20 મિનિટ માટે ઉડી શકશે. એમાં છ એક્સિસ અને છ રોટર ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ છે.

આ બાઇકની બોડી કાર્બન ફાઇબરથી બનાવવામાં આવી છે. તેમ જ એમાં એવિએશન માટે ઉપયોગમાં આવતા એલ્યુમિનિયમ એલોયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આથી બાઇકનું વજન ઓછું છે અને ડ્યુરેબિલિટી વધુ છે. સ્કાઇરાઇડર X6માં ઓટોમેટિક ટેકઓફ, લેન્ડિંગ અને રસ્તા પ્લાનિંગ માટેનું ફીચર પણ છે. જોકે અનુભવી યુઝર જોયસ્ટિક દ્વારા એને મેન્યુઅલી પણ ઉડાવી શકે છે.

બેટરી અને ચાર્જિંગ

આ વ્હિકલ 10.5 કિલોવોટની બેટરી ધરાવે છે. આ બેટરી DC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફુલ ચાર્જ થવા માટે લગભગ એક કલાકનો સમય લાગે છે. 80 ટકા બેટરી ચાર્જ થવા માટે 30 મિનિટનો સમય લાગે છે.

સેફ્ટી ફીચર્સ

બાઇકની સ્ટેબિલિટી માટે રેડુન્ડન્ટ પ્રોપલ્શન અને કન્ટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે. આ બાઇકમાં ઇન્ડિપેન્ડન્ટ રોટર મોટર આપવામાં આવી છે જેથી એક બગડી જાય તો પણ અન્ય કામ કરી શકે. જો સિસ્ટમ ફેઇલ થઈ જાય તો એ માટે બેલિસ્ટિક પેરાશૂટ સિસ્ટમનો પણ સમાવિષ્ટ કરવામાં આવ્યો છે.

શું છે બાઇકની કિંમત?

સ્કાઇરાઇડર X6 હાલમાં JD.com વેબસાઇટ પર પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ છે. આ બાઇકની કિંમત 4,98,800 યુઆન એટલે કે 69,000 અમેરિકન ડોલર છે. ભારતીય કિંમત જોઈએ તો અંદાજે 59.87 લાખ રૂપિયા છે. આ બાઇકનો ઉપયોગ નજીકમાં એટલે કે શહેરમાં ટ્રાવેલ માટે અને ઇમરજન્સી માટે કરી શકાશે એવું કંપનીનું માનવું છે.

કંપનીને શું આવી શકે છે ચેલેન્જિસ?

સ્કાઇરાઇડર X6 ટ્રાન્સપોર્ટેશન માટે એક ભવિષ્યની ઝલક છે. જોકે કંપનીને એરસ્પેસ રેગ્યુલેશન માટેની ચેલેન્જ આવી શકે છે. ચીનમાં હજી પણ લો-એલ્ટીટ્યુડ એરસ્પેસ, એટલે કે 200 મીટરની નીચે ઊડાન ભરવી લીગલ નથી. આથી આ બાઇકનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે એવા ચાન્સ ઓછા છે. જોકે સ્કાઇરાઇડર X6 અર્બન સિટીમાં વધુ ઉપયોગમાં આવી શકે એવા ચાન્સ છે.

 

ટોપિક્સ:auto newsflying bikegstv