Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : E-scooter with a completely different design launched

Auto News : સાવ અલગ જ ડિઝાઇનનું ઈ સ્કૂટર લોન્ચ, જેમાં પ્રથમ 1,000 ગ્રાહકો માટે ખાસ ઑફર્સ 

Timeછેલ્લું અપડેટ : 08 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Auto News : સાવ અલગ જ ડિઝાઇનનું ઈ સ્કૂટર લોન્ચ, જેમાં પ્રથમ 1,000 ગ્રાહકો માટે ખાસ ઑફર્સ 
સોર્સ : gstv

ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક ન્યુમેરોસ મોટર્સે તેના પ્રોડક્ટ લાઇનઅપમાં એક નવું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉમેર્યું છે, જેનું નામ n-First છે. આ કંપનીનું બીજું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. પ્રથમ 1,000 ગ્રાહકો માટે તેની શરૂઆતની કિંમત 64,999 (એક્સ-શોરૂમ) છે. સ્કૂટર માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. આ સ્કૂટર ઇટાલિયન ડિઝાઇન કંપની વ્હીલેબ સાથે સહયોગથી વિકસાવવામાં આવ્યું હતું. અહીં જાણો આ સ્કૂટરના ફીચર્સ...

App Store

ડિઝાઇનની દૃષ્ટિએ n-First સ્કૂટરનો લુક ખૂબ અલગ અને આકર્ષક છે. તેમાં આગળના ભાગમાં એક નાનું એપ્રોન છે, જેમાં ગોળાકાર હેડલાઇટ છે. સ્કૂટરનો આગળનો ભાગ શાર્પ બોડી લાઇન્સ અને સ્ટાઇલિશ હેડ યુનિટ સાથે સ્પોર્ટી ફીલ આપે છે. પાછળની ડિઝાઇન સરળ છે, જેમાં ટુ-પીસ સીટ અને સીધી લાઇનો છે. આ સ્કૂટરની મુખ્ય ખાસ વાત એ છે કે તેના 16-ઇંચના એલોય વ્હીલ્સ છે, જે આ સેગમેન્ટમાં ઓછું જોવા મળે છે. કંપની આ સ્કૂટરને બે રંગોમાં ઓફર કરી રહી છે - ટ્રેફિક રેડ અને પ્યોર વ્હાઇટ.

આ સ્કૂટર કુલ 5 વેરિઅન્ટ અને 3 ટ્રીમ લેવલમાં આવે છે

n-First Max

n-First i-Max

n-First Max+

ટોપ-સ્પેક 3kWh i-Max+ 109 કિમીની IDC રેન્જ ઓફર કરે છે, જ્યારે 2.5 kWh બેટરીવાળા મેક્સ અને i-Max વેરિઅન્ટ્સ 91 કિમી સુધીની IDC રેન્જ મળે છે. આ બેટરીઓમાં લિક્વિડ ઇમર્સન-કૂલ્ડ Li-ion ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પર્ફોર્મન્સની વાત કરીએ તો 1.8 kW PMSM મિડ-ડ્રાઇવ મોટર આપવામાં આવી છે, જે ચેઇન ડ્રાઇવ સાથે આવે છે. આ સરળ પિકઅપ અને સુધારેલ ઉર્જા કાર્યક્ષમતા (Energy Efficiency) આપે છે.

ચાર્જિંગ સમય

2.5 kWh બેટરી: 56 કલાક

3.0 kWh બેટરી: 78 કલાક

આ સ્કૂટરમાં OTA અપડેટ્સ પણ છે. ટોપ સ્પીડ 70 70 kmph છે. સસ્પેન્શનમાં આગળ ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળ હાઈડ્રોલિક ડેમ્પર્સની સાથે એડજસ્ટેબલ ડુઅલ શૉક અબ્જૉર્બર મળે છે. બ્રેકિંગ માટે બંને તરફ ડ્રમ બ્રેક આપવામાં આવી છે.