Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Don't panic if you suddenly hear a loud siren on your mobile phone.

Tech News : સાવધાન! મોબાઇલમાં અચાનક જોરદાર સાયરન વાગે તો ગભરાશો નહીં, જાણો સરકારના આ ખાસ પ્લાન વિશે

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
Tech News : સાવધાન! મોબાઇલમાં અચાનક જોરદાર સાયરન વાગે તો ગભરાશો નહીં, જાણો સરકારના આ ખાસ પ્લાન વિશે
સોર્સ : gstv

જો તમારા મોબાઈલ ફોનમાં અચાનક જોરદાર સાયરન જેવો અવાજ આવે અને સ્ક્રીન પર NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) નો કોઈ મેસેજ દેખાય, તો ગભરાવાની જરૂર નથી. ભારત સરકાર દેશમાં એક નવું ડિઝાસ્ટર વોર્નિંગ સિસ્ટમ એટલે કે 'સેલ બ્રોડકાસ્ટ એલર્ટ' (Cell Broadcast Alert) ટેસ્ટ કરી રહી છે.

App Store

મેસેજમાં શું લખ્યું હશે?

2 મે, 2026ના રોજ તમારા વિસ્તારમાં આ ટેસ્ટિંગ કરવામાં આવશે. મેસેજમાં સ્પષ્ટ લખ્યું હશે કે: NDMA તમારા વિસ્તારમાં સેલ બ્રોડકાસ્ટ એલર્ટનું પરીક્ષણ કરશે. આ મેસેજ મળવા પર તમારે કોઈ પગલાં લેવાની જરૂર નથી. કૃપા કરીને ગભરાશો નહીં. 

શા માટે કરવામાં આવે છે આ ટેસ્ટિંગ?

ભવિષ્યમાં ત્સુનામી, ભૂકંપ, વીજળી પડવી કે ગેસ લીકેજ જેવી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ સમયે લોકોના જીવ બચાવવા માટે સરકાર આ સિસ્ટમ તૈયાર કરી રહી છે. આ સિસ્ટમ દ્વારા સેકન્ડોમાં લાખો લોકોના મોબાઈલ પર સીધો મેસેજ મોકલી શકાશે, જેથી તેઓ સમયસર સુરક્ષિત સ્થળે પહોંચી શકે.

ફોનમાં કેવી રીતે આવશે એલર્ટ?

જ્યારે આ એલર્ટ આવશે, ત્યારે તમારો ફોન સાયલન્ટ મોડ પર હશે તો પણ તેમાં જોરદાર એલાર્મ વાગશે અને સ્ક્રીન પર ફ્લેશ મેસેજ દેખાશે. આ ટેસ્ટિંગ C-DOT દ્વારા વિકસિત સ્વદેશી 'સચેત' (SACHET) સિસ્ટમ હેઠળ કરવામાં આવી રહ્યું છે. હાલમાં આ પરીક્ષણ માત્ર એવા ફોનમાં આવશે જેમાં 'ટેસ્ટ એલર્ટ' ઓપ્શન ચાલુ હશે, પરંતુ ભવિષ્યમાં તે તમામ ફોનમાં કામ કરશે.

તમારે શું કરવાનું છે?

તમારે કંઈ જ કરવાની જરૂર નથી. આ માત્ર એક પરીક્ષણ છે જેથી જાણી શકાય કે ઈમરજન્સી સમયે નેટવર્ક બરાબર કામ કરે છે કે નહીં. એકવાર પરીક્ષણ સફળ થયા પછી, સરકાર આ સિસ્ટમને સમગ્ર દેશમાં લાગુ કરશે અને તે વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ હશે.

 

ટોપિક્સ:mobile phone