Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Check this list carefully before buying a car! 10 Cheapest Family Cars of 2026

VIDEO: ગાડી ખરીદતા પહેલાં આ લિસ્ટ ખાસ જુઓ! 2026ની 10 સૌથી સસ્તી ફેમિલી કાર

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઓછી કિંમતમાં પણ શાનદાર કારો મળી રહે છે અને જે લોકોને પોતાની ગાડીમાંથી જોરદાર માઇલેજ જોઈતું હોય, તેમના માટે 4 થી 6 લાખ રૂપિયા સુધીના બજેટમાં એકથી ચઢિયાતા એક કારના ઓપ્શન્સ છે. વર્ષ 2026માં હજુ પણ લોકો પોતાના માટે બજેટ કાર ખરીદવાનું વિચારી રહ્યા છે, આ અહેવાલ ખાસ તેમના માટે જ છે. અહીં તમને ભારતીય માર્કેટમાં વેચાતી 10 સૌથી સસ્તી કાર વિશે જણાવશું, જેમાં હેચબેક અને SUVથી લઈને MPV (7 સીટર) સુધીની કાર સામેલ છે. આમાં સૌથી સસ્તી મારુતિ સુઝુકી એસ-પ્રેસો તો જાણે બાઇકની કિંમતમાં આવી જાય છે!

App Store

1. મારુતિ સુઝુકી એસ-પ્રેસો (Maruti S-Presso) – સૌથી સસ્તી કાર

ભારતીય માર્કેટમાં સૌથી ઓછી કિંમતની કારનો જ્યારે પણ ઉલ્લેખ થાય છે, ત્યારે લોકોના મગજમાં મારુતિ સુઝુકી એસ-પ્રેસો સૌથી પહેલા આવે છે.

કિંમત: એક્સ-શોરૂમ કિંમત રૂ. 3.50 લાખથી શરૂ થઈને રૂ. 5.25 લાખ સુધી જાય છે.

માઇલેજ: 25.3 kmpl

2. મારુતિ સુઝુકી ઓલ્ટો કે10 (Maruti Alto K10) – બેસ્ટ ઓપ્શન

દેશની સૌથી સસ્તી કારોની યાદીમાં બીજા સ્થાને મારુતિ સુઝુકી ઓલ્ટો કે10 છે, જે વર્ષોથી મધ્યમ વર્ગની ફેવરિટ રહી છે.

કિંમત: એક્સ-શોરૂમ કિંમત રૂ. 3.70 લાખથી શરૂ થઈને રૂ. 5.45 લાખ સુધી જાય છે.

માઇલેજ: 24.9 kmpl

3. મારુતિ સુઝુકી સિલેરિયો (Maruti Celerio) – જબરદસ્ત માઇલેજ

બજેટ હેચબેક ખરીદવા માંગતા લોકો માટે મારુતિ સુઝુકી સિલેરિયો પણ એક ઉત્તમ વિકલ્પ છે.

કિંમત: એક્સ-શોરૂમ કિંમત રૂ. 4.70 લાખથી શરૂ થાય છે.

માઇલેજ: 26.68 kmpl

4. સિટ્રોએન સી3 (Citroen C3) – કિફાયતી અને સ્ટાઇલિશ

ફ્રેન્ચ કાર કંપની સિટ્રોએનની ભારતીય માર્કેટમાં સૌથી સસ્તી કાર સિટ્રોએન સી3 છે. SUV જેવો લુક ધરાવતી આ હેચબેક ખૂબ જ આરામદાયક છે.

કિંમત: એક્સ-શોરૂમ કિંમત રૂ. 4.80 લાખથી શરૂ થાય છે.

માઇલેજ: 19.3 kmpl

5. ટાટા ટિયાગો (Tata Tiago) – ટાટાની સૌથી સસ્તી કાર

સૌથી સસ્તી કારોની ટોપ 10 લિસ્ટમાં ટાટા મોટર્સની એન્ટ્રી-લેવલ હેચબેક કાર ટિયાગો પણ સામેલ છે, જે પોતાની સેફ્ટી માટે જાણીતી છે.

કિંમત: એક્સ-શોરૂમ કિંમત રૂ. 4.57 લાખથી શરૂ થાય છે.

માઇલેજ: 19.01 kmpl

6. મારુતિ સુઝુકી વેગનઆર (Maruti Wagon R) – પોપ્યુલર ફેમિલી કાર

ભારતીય માર્કેટમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી ફેમિલી કારમાં મારુતિ સુઝુકી વેગનઆરનું નામ મોખરે છે.

કિંમત: એક્સ-શોરૂમ કિંમત રૂ. 4.99 લાખથી શરૂ થાય છે.

માઇલેજ: 25.19 kmpl

7. મારુતિ સુઝુકી ઈકો (Maruti Eeco) – બજેટ વેન

દેશમાં સસ્તી કારની સાથે વૅન (Van) ની પણ બમ્પર ડિમાન્ડ છે, અને જ્યારે વૅનની વાત આવે ત્યારે મારુતિ સુઝુકી ઈકોથી સારો કોઈ વિકલ્પ નથી.

કિંમત: એક્સ-શોરૂમ કિંમત રૂ. 5.21 લાખથી શરૂ થઈને રૂ. 6.36 લાખ સુધી જાય છે.

માઇલેજ: 19.71 kmpl

8. ટાટા પંચ (Tata Punch) – માઇક્રો SUV નો ક્રેઝ

ભારતીય માર્કેટમાં સૌથી સસ્તી કારોમાં ટાટા પંચ જેવી શાનદાર માઇક્રો SUV પણ બજેટમાં મળી જાય છે.

કિંમત: એક્સ-શોરૂમ કિંમત રૂ. 5.50 લાખની શરૂઆતી કિંમત છે.

માઇલેજ: 20.09 kmpl

9. મારુતિ સુઝુકી સ્વિફ્ટ (Maruti Swift) – બમ્પર વેચાણ

ભારતીય માર્કેટની સૌથી પોપ્યુલર પ્રીમિયમ હેચબેક મારુતિ સુઝુકી સ્વિફ્ટ પણ બજેટ ફ્રેન્ડલી કિંમતમાં ઉપલબ્ધ છે.

કિંમત: એક્સ-શોરૂમ કિંમત રૂ. 5.79 લાખથી શરૂ થાય છે.

માઇલેજ: 25.75 kmpl સુધી

10. રેનો ટ્રાઇબર (Renault Triber) – સૌથી સસ્તી 7-સીટર કાર

જો તમારે મોટા પરિવાર માટે સસ્તી 7 સીટર ગાડી જોઈતી હોય, તો રેનો ટ્રાઇબર બેસ્ટ ઓપ્શન છે.

કિંમત: એક્સ-શોરૂમ કિંમત માત્ર રૂ. 5.76 લાખથી શરૂ થાય છે.

માઇલેજ: 20 kmpl