Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Dahod: There was a terrible fire in the engine of the goods train at Jakot station, the system was running

VIDEO: દાહોદ:જેકોટ સ્ટેશને માલગાડીના એન્જિનમાં ભયાનક આગ, તંત્ર દોડતું થયું

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાહોદ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ રેલવે માર્ગ પર એક મોટી દુર્ઘટના સામે આવી છે. જેકોટ રેલવે સ્ટેશન ખાતે ઉભેલી એક માલગાડીના એન્જિનમાં અચાનક અગમ્ય કારણોસર ભયાનક આગ ફાટી નીકળી હતી. રેલવે સ્ટેશન પર માલગાડીના એન્જિનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જ મુસાફરો અને સ્થાનિકોમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. આ સાથે જ ફાયર ફાઈટરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી

App Store