Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : clash between devotees and servants over the issue of tilak in Ranchhodraiji temple

Kheda news: રણછોડરાયજી મંદિરમાં તિલક અને દક્ષિણા બાબતે ભક્ત-સેવક વચ્ચે ચકમક ઝરી, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Kheda news: રણછોડરાયજી મંદિરમાં તિલક અને દક્ષિણા બાબતે ભક્ત-સેવક વચ્ચે ચકમક ઝરી, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
સોર્સ : GSTV

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિરના પરિસરમાં દર્શનાર્થે આવેલા એક પરિવાર અને તિલક કરનાર વ્યક્તિ વચ્ચે દક્ષિણા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં બીભત્સ વર્તન અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ જોવા મળી રહ્યા છે. અંતે મામલો થાળે પાડવા પોલીસને બોલાવવી પડી હતી.

App Store

દક્ષિણા બાબતે શરૂ થયો વિવાદ

મળતી માહિતી અનુસાર, એક ભક્ત પોતાના પરિવાર સાથે ઠાકોરજીના દર્શન કરવા ડાકોર આવ્યા હતા. મંદિરની બહાર તિલક કરનાર એક વ્યક્તિએ તેમને તિલક કર્યું હતું. તિલક કર્યા બાદ દક્ષિણા આપવા બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં ઉગ્ર બની ગયો હતો. બંને વચ્ચેની તકરાર મંદિરની બહારથી શરૂ થઈને મંદિરના અંદરના પરિસર સુધી પહોંચી હતી. મંદિરમાં પણ બંને વચ્ચે ભારે બોલાચાલી અને ઝઘડો થયો હતો. દર્શનાર્થી ભક્તે આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો છે. ભક્ત પરિવારનો આક્ષેપ છે કે તિલક કરનાર વ્યક્તિએ તેમની સાથે બીભત્સ વર્તન કર્યું હતું.

પોલીસની એન્ટ્રી અને કાયદેસરની કાર્યવાહી

મામલો વધુ બિચકતા ભક્ત દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસની 112ની ટીમ તાત્કાલિક મંદિર પરિસરમાં પહોંચી હતી. પોલીસે અરજદારની રજૂઆત સાંભળ્યા બાદ, તિલક કરનાર વ્યક્તિને અટકાયતમાં લઈ પોલીસ મથકે લઈ ગઈ હતી. પોલીસ દ્વારા અરજદારની ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

આ ઘટના અંગે મંદિરના ઈન્ચાર્જ મેનેજરના જણાવ્યાનુસાર, તિલક અને દક્ષિણાને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. તેઓ બહારથી ઝઘડતા-ઝઘડતા મંદિરની અંદર આવ્યા હતા. ત્યારબાદ ભક્તે પોલીસ બોલાવી હતી અને પોલીસની ટીમ આવીને તિલક કરનાર વ્યક્તિને લઈ ગઈ હતી.