VIDEO: Auto News / હોન્ડા કાર પર જુલાઈમાં બમ્પર ઓફર્સ! Elevate પર મળી રહ્યો છે ₹2.15 લાખ સુધીનો મોટો ફાયદો
જો તમે આ જુલાઈ મહિનામાં નવી હોન્ડા (Honda) કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ માહિતી તમારું દિલ ખુશ કરી શકે છે. હોન્ડા કાર્સ ઈન્ડિયા (Honda Cars India) એ તેના કેટલાક લોકપ્રિય મોડલ્સ પર આકર્ષક ઓફર્સની જાહેરાત કરી છે. આ મહિને સૌથી મોટો ફાયદો હોન્ડા એલિવેટ (Honda Elevate) પર મળી રહ્યો છે, જ્યાં ગ્રાહકોને કુલ ₹૨.૧૫ લાખ સુધીના બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે. બીજી તરફ હોન્ડા અમેઝ (Honda Amaze) ના સેકન્ડ અને થર્ડ જનરેશન મોડલ પર પણ શાનદાર ઓફર્સ ઉપલબ્ધ છે. જો કે, તાજેતરમાં જ ફેસલિફ્ટ અપડેટ સાથે આવેલી હોન્ડા સિટી (Honda City) પર આ મહિને કોઈ ઓફર આપવામાં આવી નથી.
હોન્ડા એલિવેટ (Honda Elevate) પર સૌથી મોટી ઓફર
હોન્ડા એલિવેટ આ સમયે કંપનીની સૌથી વધુ બેનિફિટ્સ આપતી SUV બની ગઈ છે. જુલાઈ ૨૦૨૬માં આ SUV પર કુલ ₹૨.૧૫ લાખ સુધીના ફાયદા મળી રહ્યા છે. આ ઓફરમાં ₹૪૦,૦૦૦ સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, ₹૩૦,૦૦૦ સુધીનું એક્સચેન્જ બોનસ, કોર્પોરેટ ઓફર્સ અને લોયલ્ટી બેનિફિટ્સ સામેલ છે. આ ઉપરાંત, ગ્રાહકો રાહત દરે ૭ વર્ષની એક્સટેન્ડેડ વોરંટીનો લાભ પણ ઉઠાવી શકે છે.
હોન્ડા એલિવેટની એક્સ-શોરૂમ કિંમત ₹૧૧.૬૦ લાખથી શરૂ થઈને ₹૧૬.૧૬ લાખ સુધી જાય છે. ભારતીય બજારમાં તેની ટક્કર હ્યુન્ડાઈ ક્રેટા (Hyundai Creta), કિઆ સેલ્ટોસ (Kia Seltos), ટાટા સિએરા (Tata Sierra), મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિતારા (Maruti Suzuki Grand Vitara), મારુતિ સુઝુકી વિક્ટોરિસ (Maruti Suzuki Victoris) અને રેનો ડસ્ટર (Renault Duster) જેવી લોકપ્રિય મિડ-સાઈઝ SUVs સાથે થાય છે. એવામાં જો તમે આ સેગમેન્ટમાં નવી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ ઓફર તમારા માટે સારી બચતની તક બની શકે છે.
નવી હોન્ડા અમેઝ (Honda Amaze) પર પણ શાનદાર બેનિફિટ્સ
હોન્ડાની થર્ડ જનરેશન (ત્રીજી પેઢી) ની અમેઝ પર પણ આ મહિને ગ્રાહકોને આકર્ષક ઓફર્સ મળી રહી છે. આ મોડલ પર કુલ ₹૬૭,૦૦૦ સુધીનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. જેમાં ₹૧૫,૦૦૦ નું કેશ ડિસ્કાઉન્ટ અને ₹૧૫,૦૦૦ સુધીનું એક્સચેન્જ બોનસ સામેલ છે. આ ઉપરાંત લોયલ્ટી બેનિફિટ્સ અને રાહત દરે ૭ વર્ષની એક્સટેન્ડેડ વોરંટીનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
થર્ડ જનરેશન હોન્ડા અમેઝની કિંમત ₹૭.૫૧ લાખથી શરૂ થઈને ₹૧૦ લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે. જે ગ્રાહકો ફીચર્સથી ભરપૂર અને ભરોસાપાત્ર કોમ્પેક્ટ સેડાન ખરીદવા માંગે છે, તેમના માટે આ એક સારો વિકલ્પ હોઈ શકે છે.
સેકન્ડ જનરેશન અમેઝ (Amaze) પર પણ મળી રહી છે છૂટ
હોન્ડાએ અમેઝના જૂના એટલે કે સેકન્ડ જનરેશન મોડલને પણ ઓફર્સની યાદીમાં રાખ્યું છે. આ કાર પર ગ્રાહકોને ₹૫૮,૦૦૦ સુધીના બેનિફિટ્સ મળી રહ્યા છે. તેની કિંમત ₹૬.૯૮ લાખથી શરૂ થઈને ₹૭.૮૦ લાખ સુધી જાય છે. જો તમારું બજેટ મર્યાદિત છે અને તમે ઓછી કિંમતમાં એક ભરોસાપાત્ર સેડાન ખરીદવા માંગો છો, તો બીજી જનરેશનની અમેઝ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
હોન્ડા દ્વારા જાહેર કરાયેલી આ તમામ ઓફર્સ ૩૧ જુલાઈ ૨૦2૬ સુધી માન્ય છે. જો કે, તેની ઉપલબ્ધતા શહેર, ડીલરશીપ અને સ્ટોકના આધારે અલગ-અલગ હોઈ શકે છે. તેથી કાર ખરીદતા પહેલા તમારી નજીકની હોન્ડા ડીલરશીપ પરથી ઓફર્સ અને શરતોની પૂરી માહિતી જરૂર મેળવી લેવી.

