યુઝવેન્દ્ર ચહલે T20 ક્રિકેટ ઈતિહાસમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
યુઝવેન્દ્ર ચહલે IPL 2024ની 56મી મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતની વિકેટ લીધી હતી.
રિષભ પંતને આઉટ કરીને ચહલે T20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે.
યુઝવેન્દ્ર ચહલ T20 ક્રિકેટમાં 350 વિકેટ લેનારો ભારતનો પ્રથમ બોલર બન્યો છે.
ચહલે આ ફોર્મેટમાં પોતાની 301મી મેચમાં આ મોટી સિદ્ધિ મેળવી હતી.
યુઝવેન્દ્ર ચહલ પછી મુંબઈ ઈન્ડિયન્સનો અનુભવી બોલર પીયૂષ ચાવલા આ યાદીમાં છે.
પીયૂષ ચાવલાએ T20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં 310 વિકેટ લીધી છે.
T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં યુઝવેન્દ્ર ચહલ 11મા સ્થાને છે.
ચહલ આ માઈલસ્ટોન સુધી પહોંચનાર પાંચમો સ્પિન બોલર અને છઠ્ઠો એશિયન બોલર છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર