ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો

સોર્સ : GSTV

મોટા હોય કે બાળકો... ચોકલેટ બધાને જ પસંદ હોય છે. શું તમને ખબર છે કે ચોકલેટ ખાવાથી તમને ભરપૂર પોષક તત્વો મળી શકે છે? પરંતુ ધ્યાન રાખો કે ડાર્ક ચોકલેટ જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

સોર્સ : GSTV

તમે તમારા રોજિંદા ડાયટમાં ડાર્ક ચોકલેટના એક નાના ટુકડાનો સમાવેશ કરી શકો છો. તે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોવાની સાથે-સાથે કેટલાક પાવરફુલ કમ્પાઉન્ડ્સનો પણ ઉત્તમ સોર્સ છે. તો ચાલો, 100 ગ્રામ ક્વોન્ટિટીના આધારે તેમાં રહેલા ન્યુટ્રિએન્ટ્સ વિશે જાણીએ

સોર્સ : GSTV

USDAના જણાવ્યા અનુસાર,100 ગ્રામ કોકો સોલિડ્સમાં કેલ્શિયમ 73 MG, આયર્ન 11.9 MG, મેગ્નેશિયમ 228 MG, ફોસ્ફરસ 308 MG, પોટેશિયમ 715 MG ઝિંક 3.31 MG, કોપર 1.77 MG, મેંગેનીઝ 1.95 MG, સેલેનિયમ 6.8 MG હોય છે.

સોર્સ : GSTV

100 ગ્રામ ડાર્ક ચોકલેટમાં 2 માઇક્રોગ્રામ વિટામિન A, 19 માઇક્રોગ્રામ કેરોટિન બીટા અને 0.59 મિલિગ્રામ વિટામિન E મળી આવે છે. આ સિવાય તેમાં નિયાસિન પણ હોય છે.

સોર્સ : GSTV

100 ગ્રામ ડાર્ક ચોકલેટમાંથી 7.79 ગ્રામ પ્રોટીન અને 10.9 ગ્રામ ડાયટરી ફાઇબર મળે છે, જે ખૂબ જ સારી માત્રા ગણાય. આ ઉપરાંત, તેમાં હેલ્ધી ફેટ પણ જોવા મળે છે.

સોર્સ : GSTV

ડાર્ક ચોકલેટ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને તમારો સ્ટ્રેસ ઓછો કરીને મૂડ બૂસ્ટ કરવામાં મદદ કરે છે. તેનાથી યાદશક્તિ અને એકાગ્રતાની ક્ષમતા સારી બને છે.

સોર્સ : GSTV

ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી તમારા હૃદયને પણ ફાયદો થાય છે, કારણ કે તેમાં ફ્લેવોનોઈડ્સ હોય છે, જે બ્લડ વેસેલ્સને લવચીક બનાવીને તેના કામકાજમાં સુધારો કરે છે.

સોર્સ : GSTV

ડાર્ક ચોકલેટ શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપી શકે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ત્વચા માટે ગુણકારી છે, તો સાથે જ તે પાચનક્રિયાને પણ ઇમ્પ્રુવ કરી શકે છે. પરંતુ ખાસ ધ્યાન રાખો કે તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ.

સોર્સ : GSTV