ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે T20 સિરીઝની બીજી મેચમાં 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો, જેમાં લેગ-સ્પિનર રવિ બિશ્નોઈની સ્પેલની અંતિમ ઓવર ટીમ ઈન્ડિયા માટે મોંઘી સાબિત થઈ.
સોર્સ : Google
આ મેચમાં બોલ સાથે બિશ્નોઈના નબળા પ્રદર્શનને કારણે તે ભારત તરફથી T20I મેચમાં સૌથી વધુ રન આપનારા બોલર્સની ટોચના 5 યાદીમાં સામેલ થયો છે.
સોર્સ : Google
ભારતીય બોલર દ્વારા T20I મેચમાં સૌથી વધુ રન આપવાનો શરમજનક રેકોર્ડ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાના નામે છે, જેણે 2023માં ગુવાહાટી મેદાન પર રમાયેલી મેચમાં 17ના ઇકોનોમી રેટથી 4 ઓવરમાં કુલ 68 રન આપ્યા હતા.
સોર્સ : Google
T20I ક્રિકેટમાં શાનદાર બોલિંગ રેકોર્ડ ધરાવતા યુઝવેન્દ્ર ચહલ માટે 2018માં સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા સામેની મેચ એક દુઃસ્વપ્નથી ઓછી નહોતી. ચહલે તેની ચાર ઓવરમાં કુલ 64 રન આપ્યા હતા
સોર્સ : Google
T20I ક્રિકેટમાં મિસ્ટ્રી સ્પિનર્સમાંથી એક ગણાતા વરુણ ચક્રવર્તીએ 2026માં મુંબઈમાં ઈંગ્લેન્ડ સામેની T20 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં ચક્રવર્તીએ તેની ચાર ઓવરમાં માત્ર એક વિકેટ લીધી અને 64 રન આપ્યા હતા.
સોર્સ : Google
આ યાદીમાં અર્શદીપ સિંહનું નામ ચોથા ક્રમે છે. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆતમાં તેણે 2022માં ગુવાહાટીમાં સાઉથ આફ્રિકા સામેની T20I મેચમાં ચાર ઓવરમાં 62 રન આપ્યા અને માત્ર બે વિકેટ લીધી.
સોર્સ : Google
રવિ બિશ્નોઈ હવે આ યાદીમાં પાંચમા ક્રમે છે. માન્ચેસ્ટરમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડ સામે તેણે ચાર ઓવરમાં 60 રન આપ્યા અને કોઈ વિકેટ ન લીધી. આ મેચમાં બિશ્નોઈનું બોલિંગ ફોર્મ ખૂબ જ ખરાબ રહ્યું હતું.