ટીમ ઇન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડસ 2024માં ચેમ્પિયન બનાવનારા યુવરાજ સિંહે ઓલ ટાઇમ ફેવરિટ પ્લેઇંગ XI પસંદ કરી છે.
યુવરાજ સિંહે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં સચિન સહિત શેન વોર્ન અને મુથૈયા મુરલીધરનને જગ્યા આપી છે.
આ સિવાય તેને રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સીનિયર ખેલાડીઓને પણ ટીમમાં પસંદ કર્યા છે.
જોકે, યુવરાજ સિંહે પોતાની ટીમમાં ભારતને ત્રણ ICC ટ્રોફી જીતાડનારા કેપ્ટન એમએસ ધોનીને પસંદ કર્યો નથી.
યુવરાજની ઓલટાઇમ ફેવરિટ XI: સચિન, પોન્ટિંગ, રોહિત શર્મા, વિરાટ કોહલી, એબીડી વિલિયર્સ, એડમ ગિલક્રિસ્ટ, શેન વોર્ન, મુથૈયા મુરલીધરન, વસીમ અકરમ, ગ્લેન મેકગ્રા, એન્ડ્યૂ ફ્લિન્ટોફ